ગોંડલ એસ ટી નો ડ્રાયવર શામજીભાઈ જીવાભાઈ ચાવડા ઈંગ્લીશ દારૂ ની બોટલ સાથે ઝડપાતા તાલુકા પોલીસ મથક ફરિયાદ કરી આગળ ની કાર્યવારી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ ડેપો ની દિવ થી રાજકોટ જતી બસ ને રાજકોટ ચેકીંગ ટિમ ના મુકેશસિંહ જાડેજા અને આર પી સોલંકી દ્વારા કેશવાલા ના પાટિયા પાસે બસ ચેક કરતા ડ્રાયવર ના બેગ માંથી ઈંગ્લીશ દારૂ ની બે બોટલ મળી આવતા તેમની ગોંડલ અટકાયત કરી બસ સ્ટેશને બસ માંથી ઉતારી લેવામાં આવ્યો હતો.

થોડા દિવસ પહેલા જ એક કંડકટર દારૂ સાથે ઝડપાયેલ અને તેમની વિરુદ્ધ ખાતાકીય પગલાં ની કાર્યવાહી હજી ચાલુ છે ત્યાં ફરી કર્મચારી ઝડપતા જાણે કર્મચારીઓ ને આ બાબતે જરાય ગંભીરતા ન હોય તેવું જણાય આવે છે