ઉનામાં કોરોના સંક્રમણ વધતા લાગ્યું ૬ દિવસનું લોકડાઉન

0
156

ઉના નગરપાલિકા ખાતે અને ચેમ્બર ઓફ કોમર્સ તથા વેપારી મંડળોની એક મહત્વની મિટિંગ મળી હતી. ઉનામાં કોરોનાના કેસો વધતાં સાવચેતીના પગલાં લેવા ચર્ચા કરવામાં આવી હતી. ઉના ચૅમ્બર તથા વિવિધ વેપારી મંડળો દ્વારા આવતા મંગળવારથી રવિવાર સુધી સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

લોકડાઉનના આ દિવસોમાં માત્ર દવા અને દૂધની દુકાનો ખુલ્લી રહેશે. દૂધનું વેચાણ કરતાં વેપારીઓ સવારે 5 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી તેમજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પોતાનો વેપાર શરૂ રાખશે.આ દિવસો દરમ્યાન હોસ્પિટલ, લેબોરેટરી જેવી સેવાઓ ચાલુ રહશે. આ સિવાય શાકભાજી સહિતના તમામ વેપાર ધંધા બંધ રહેશે. છ દિવસના આ લોકડાઉનમાં કોરોનાની ચેઇન તોડવા મહદ્દ અંશે ઉપયોગી બનશે તેવું સ્થાનિક આગેવાનોનું માનવમાં આવી રહ્યું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here