મોરબીમાં કારખાનેદારને મરવા મજબૂર કરનાર છ વ્યાજખોરોની ધરપકડ

0
383

મોરબીના કારખાનેદારના આપઘાત પ્રકરણમાં છ શખ્શો સામે વ્યાજની ઉઘરાણી કરી કારખાનેદારને મરવા મજબુર કર્યાનો ગુન્હો નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તમામ છ આરોપીને દબોચી લેવાયા છે મોરબીના શનાળા ગામના રહેવાસી દિલીપભાઈ પાડલીયા નામના કારખાનેદારે આપઘાત કરો હોય જે બનાવ મામલે મૃતકના પત્ની મીતાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પતિને લેથના કારખાનામાં નાણાની જરૂર હોવાથી વ્યાજે રૂપિયા લીધા હોય અને વ્યાજખોરો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હોય જેનાથી કંટાળી તેના પતિએ આપઘાત કર્યો હતો જેથી એ ડીવીઝન પોલીસે છ સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપી મહેશ્વરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે ખાનપર (નેસડા), વીરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂભા નટુભા જાડેજા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ, નરવીરસિંહ ઉર્ફે નારદિન બાપાલાલ ઝાલા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ, કાસમ આદમ ભટ્ટી રહે મહેન્દ્રપરા શેરી નં ૧૧, ફેસલ ગુલામ હુશેન માડકીયા રહે ગઢની રાંગ વાણંદ શેરી મોરબી અને મુકેશ બચુંભાઈ ડાંગર રહે કોયલી ગામ એમ છ આરોપીની ધરપકડ કરી છે અને તમામ આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here