ધો. 5થી 9ના 400 વિદ્યાર્થીને IAS-IPS બનવાની મફત તાલીમ અપાશે; સપ્તાહમાં 3 દી’ દિલ્હીના એક્સપર્ટ તૈયારી કરાવશે

0
958

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આઈએએસ-આઈપીએસ બનવા માટે યુપીએસસી પાસ કરી શકે તે માટે નાનપણથી જ બાળકોને અભ્યાસની સાથે સાથે યુપીએસસીની નિ:શુલ્ક તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ સિસ્ટમ અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરણ 5થી 9ના 400 બાળકોને સંપૂર્ણ નિ:શુલ્ક તાલીમ આપવા માટે સપ્તાહમાં ત્રણ દિવસ બે કલાક દિલ્હીના અનુભવી ટીચર્સ દ્વારા કોચિંગ આપવામાં આવશે.

400 બાળકોની પસંદગી થશે
તારીખ 9 મેના રોજ સમગ્ર સૌરાષ્ટ્રના બાળકોની એક પરીક્ષા લેવામાં આવશે જેમાંથી 400 બાળકની આ ટ્રેનિંગ માટે પસંદગી કરાશે. આ પ્રવેશ પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓ gsesrajkot.org પર અથવા સ્કૂલ પર નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રોજેક્ટમાં જૂન-2021થી ધોરણ 5થી 9ના કોઈપણ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 400 બાળકની પસંદગી કરવામાં આવશે.

બાળકોને કોચિંગ માટે દિલ્હી મોકલાશે
જેમાં પસંદગી પામેલા 400 બાળક નિ:શુલ્ક એકપણ રૂપિયાના ખર્ચ વગર જૂન-2021થી સપ્તાહમાં ત્રણ દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવારે બે-બે કલાકનું કોચિંગ આપવામાં આવશે. યુપીએસસીની તૈયારી માટે દિલ્હીના વાજીરાવ અને ચાણક્ય ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા ટીચર્સ બાળકોને કોચિંગ આપવા ખાસ દિલ્હીથી આવશે. પ્રવેશ માટે લેવાનારી પરીક્ષામાં જનરલ નોલેજ (ઈતિહાસ, ભૂગોળ, કરન્ટ અફેર્સ) વિષયમાં 30 માર્ક લેખે 90 માર્કના એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here