રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 42 લોકોના મોતથી હાહાકાર, બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 મોત

0
354

રાજકોટઃ ગુજરાત(Gujarat)માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે રાજકોટ(Rajkot)માં પણ કોરોનાની સારવાર દરમિયાન થતાં મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના(Corona)ની સારવાર દરમિયાન 42 લોકોના મોત થયા છે. બે દિવસમાં રેકોર્ડબ્રેક 87 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે.

બીજી તરફ કોરોના પોઝિટિવની સંખ્યામાં 475 દર્દીનો વધારો થયો છે. મહાનગરપાલિકા (Rajkot Corporation)એ વોર્ડ વાઇઝ કોરોનાની કામગીરી કરવા માટે વોર્ડ પ્રભારીની નિમણૂક કરી છે. 18 વોર્ડમાંથી 4 વોર્ડના પ્રભારી કોરોનાગ્રસ્ત છે. બીજી તરફ વેક્સિનના બે ડોઝ લેનાર સિવિલ હોસ્પિટલના પૂર્વ સર્જન પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે શહેરમાં 405 વ્યક્તિના કોરોના રિપોર્ટ (Corona report) પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કુલ કેસ 22636 થયા છે. હાલ 2749 સારવાર હેઠળ છે અને 184 દર્દીને રજા આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં 70 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here