વાંકાનેરની સરકારી હોસ્પિટલની મુલાકાતે પધારેલા ગાંધીનગર મહિલા બાળ વિકાસના કમિશનર અને મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનિષા ચંદ્રા કાફલા સાથે ઓચિંતા મુલાકાત લીધી હતી. સાથે વાંકાનેરની હોસ્પિટલમાં તૈયાર થયેલા કોવિડ-૧૯ અને આઈસોલેશન વોડની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું.
મોરબી જિલ્લાના પ્રભારી મનિષા ચાંદ્રા સાથે મોરબી જિલ્લા કલેકટર પટેલ, ડીડીઓ, તબીબી અધિક નિયામક ગાંધીનગર, વાંકાનેરના ડેપ્યુટી કલેકટર એન.એફ.વસાવા, મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી કતીરા, મામલતદાર પાધરિયા, ટીડીઓ ગઢવી, પીઆઈ રાઠોડ ઉપરાંત વાંકાનેર હોસ્પિટલના ડો.નિરવ વ્યાસ, કિરણ ગોસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેરની સરકારી હોસ્પિટલની મુલાકાતે પ્રભારી પધાર્યા હેવાની જાણ થતા વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ દોડી આવેલ અને વાંકાનેરની સરકારી હોસ્પિટલના ડા-પાળા બિલ્ડિંગમાં બેડની સુવિધા વધી પરંતુ દર્દીઐના દર્દ દુર કરનાર એવા ડોકટરો, નર્સિગ સ્ટાફ, વહીવટી સ્ટાફ, વર્ગ-૪ની ઘટ ઘણા સમયથી છે વહેલીતકે આ પ્રશ્ર્ન હલ કરવા રજૂઆત કરી હતી.