વડોદરાના સરકારી નર્સિંગ કોલેજના આચાર્યાએ 24 કલાકમાં 1700 વિદ્યાર્થીની નર્સિંગ સહાયક માટે પસંદગી, તાલીમ અને નિમણૂંકનું કામ પૂરું કર્યું

0
131

સરકારી નર્સિંગ કોલેજ, વડોદરાના આચાર્યા ભારતી સનાડિયા

  • ભારતીબેન અને સમગ્ર ટીમ વડોદરાની સમર્પિત કામગીરી સલામને પાત્ર: ખાસ ફરજ પરના અધિકારી

સરકારી નર્સિંગ કોલેજ, વડોદરાના આચાર્યા ભારતી સનાડિયાને ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ દ્વારા સરકારી અને ખાનગી કોલેજોના નર્સિંગના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને નર્સિંગ સહાયકની સેવાઓ માટે પસંદ કરીને તાલીમ અને ફાળવણીની જવાબદારી નોડલ અધિકારી તરીકે સોંપવામાં આવી હતી. કોવિડ સારવાર માટે વધારવામાં આવી રહેલી પથારીઓની ક્ષમતા માટે જરૂરી માનવ સંપદાની વ્યવસ્થા કરવાની દૃષ્ટિએ આ ખુબ અગત્યની કામગીરી હતી.

15 જેટલી સરકારી અને ખાનગી કોલેજોમાં પસંદગી કરી
ભારતીબેન ખૂબ જ કુશળતાથી આ ફરજ અદા કરતા 15 જેટલી સરકારી અને ખાનગી કોલેજોમાંથી 24 કલાક કરતા પણ ઓછા સમયમાં 1700 જેટલા નર્સિંગ સહાયકને લાયક વિદ્યાર્થીઓની પસંદગી કરી લીધી છે. એટલું જ નહીં આ લોકોની ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં તાલીમ તેમજ નિમણુંક, ફાળવણી, ફરજ માટે વર્ગીકરણ અને રોટેસન જેવી સમગ્ર પ્રક્રિયા જેવી વ્યાપક જવાબદારીઓ તેમણે ખુબ જ ઝડપથી પૂરી કરી છે.

ફરજ પરસ્તી, ઝડપ અને કાર્ય કુશળતા સાચે જ દાદને પાત્ર છે
આ કામગીરીમાં પ્રાદેશિક નાયબ આરોગ્ય નિયામકની કચેરીના અઘિકારીઓ અને કર્મચારીઓ, નર્સિંગ કોલેજોના આચાર્યો અને કર્મચારીઓ તેમજ વીએમસી સ્ટાફે ખૂબ જ નિષ્ઠાસભર યોગદાન આપ્યું છે. ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે ભારતીબેન સહિત આ સમગ્ર ટીમને સંકટ સમયે ખુબ જ પ્રસંશનીય કામગીરી માટે અભિનંદન આપ્યા છે અને જણાવ્યું હતું કે, અમારી ટીમની આ ફરજ પરસ્તી, ઝડપ અને કાર્ય કુશળતા સાચે જ દાદને પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here