માંગરોળ રમઝાન નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ મળી

0
349

આગામી રમઝાન માસ નિમિત્તે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી પુરોહિત સાહેબની અધ્યક્ષતા માં મિટિંગ મળી હતી. આ મિટિંગમાં રાત્રે 11.30 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવા બાબતે સૂચના આપવામાં આવી હતી.

રાત્રીના સમયે એક સાથે ભેગા ના થવું, સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક ફરજીયાત પહેરવું અને માસ્ક વિના કોઈ જોવા મળશે તો તેની સામે દંડ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમાં કોઈપણ આગેવાનો ની કે ભલામણ ચાલશે નહીં તેવું પણ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી.


ખાસ કરીને મુત્યુ વખતે લોકો મૈયતમાં ભેગા થાય છે ત્યારે માસ્ક વિના ના મોટેભાગે લોકો જોવા મળે છે જેથી આવા સમયે પણ લોકો એ માસ્ક પહેરવું તેવી સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી હતી.


આ મિટિંગમાં પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા, યુસુફ ભાઈ પટેલ, બૈતુલ માલ પ્રમુખ હનીફ ભાઈ પટેલ, પાલિકા ઉપ્રમુખ મનોજ વિઠલાણી, ભાજપ શહેર પ્રમુખ સોમૈયા સહિત હિન્દૂ મુસ્લિમ આગેવાનો જોડાયા હતા.

અહેવાલ- ઈમરાન બાંગરા, માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here