અરવલ્લીઃ સાઠંબાનગરમાંં આંશિક લોકડાઊનનો વેપારી મંડળનો નિર્ણય 25 એપ્રિલ સુધી બપોરે 3.00 વાગ્યા થી બજારો બંધ.

0
494

અરવલ્લી જીલ્લા સહિત બાયડ તાલુકામાં કોરોના વિસ્ફોટ પછી અને ધુળેટીના દિવસથી સાઠંબા નગરમાં કોરોના કે અન્ય કોઈ કારણસર શરૂ થયેલો મોતનો સિલસિલો આજે પણ યથાવત છે. સરકારી ચોપડે 1’લી એપ્રિલથી આજદિન સુધી માત્ર પંદર જ રેપિડ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું ગાણું ગાઈ રહ્યા છે. પરંતુ ખાનગી સુત્રો મુજબ ખાનગીમાં ટેસ્ટ કરાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાઠંબા પંથકમાં અસંખ્ય કોરોના પોઝિટિવ દર્દીઓ હોવાની વાતને નકારી શકાય તેમ નથી. એક અંદાજ મુજબ સાઠંબા પંથકમાં સો ઉપરાંત કોરોના દર્દી હોવા છતાં પણ તંત્ર આ બાબતે અજાણ છે. એક દર્દીએ ખાનગીમાં જણાવ્યા મુજબ, ‘સાઠંબા પંથકમાં રેપિડ ટેસ્ટ ઓળખાણ વગર કરવામાં આવતાં નથી’. અખબારી પ્રતિનિધિઓને પણ સાચી વાતથી અજાણ રાખવામાં આવે છે.


કોરોનાના વધતા સંક્રમણ ને લઈને સાઠંબાનગરના જાગૃત વેપારી મંડળ દ્વારા આરોગ્ય વિભાગના ભરોસે ના રહીને આંશિક લોકડાઊનનો નિર્ણય સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે.

સાઠંબાનગરમાં મળેલી વેપારી મંડળની એક બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે,
૧૪ એપ્રિલ થી ૨૫ એપ્રિલ સુધી સાઠંબાનગરના તમામ બજારો સવારના ૭ વાગ્યા થી બપોર ના 3 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે


અરવલ્લી જિલ્લામાં કોરોનાના સંક્રમિત કેસોમાં વધારો આવતાં આ લેવાયો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • ગ્રાહકો ને પણ કોરોના ની ગાઈડ લાઈન નું સખ્ત પણે પાલન કરવા માટે અપીલ કરાઈ
  • કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવાનો પણ વેપારી મંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here