સુરતમા કોરોનાના બાળકોની અંતિમ વિધિ કરતા કરતા સુરતનાં સ્મશાન ગૃહની ચિતાઓ પણ થાકી ગઈ છે. સ્મશાનોમાં 24 કલાક અંતિમ સંસ્કાર થતા હોવાને કારણે ઉમરા સ્મશાન ગૃહની બે ચિતા ને નુકસાન થયું છે.
ચારમાંથી બે ચિતા બંધ થઈ જતા અહીં વેઇટિંગ લિસ્ટ લંબાઈ ગયું છે. જેના કારણે અન્ય સ્મશાનગૃહમાં કોરોનાના મૃતકોની અંતિમ વિધિ માટે મૃતદેહને ખસેડવામાં આવી રહ્યા છે.
સુરતમાં કોરોના ને કારણે સંખ્યાબંધ લોકોના મોત થતાં અંતિમવિધિ માટે સ્મશાન પર ભારણ વધ્યું છે. સુરતના ઉમરા સ્મશાન ગૃહમાં કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર માટે ગેસ વાળી ચાર ચિતા રાખવામાં આવી છે.
જો કે કોરોનામાં મૃતકોની સંખ્યા વધુ હોવાને કારણે સતત અગ્નિસંસ્કાર થઈ રહ્યા છે. સતત અંતિમ સંસ્કારના કારણે થતી ગરમીથી ઉમરા રામનાથ ઘેલા સ્મશાનગૃહમાં ચારમાંથી ગેસની બે સગડીને નુકસાન થયું છે. જેના કારણે ઉમરા સ્મશાન ગૃહમાં બે જ ચિતાએ અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે.