લોકડાઉનના કારણે હિંમતનગર નગરપાલિકાએ લોકોને ઘરે બેઠા હોમ ડિલિવરીના માધ્યમથી શાકભાજી મળી રહે તે માટે મોટા ઉપાડે એપ્લિકેશન તો બનાવી દીધી પરંતુ જે વેપારીઓને શાકભાજી વેચવાનું માધ્યમ બનાવ્યા તેમના ઉપર અંકુશ ન રાખતા હાલ નગરજનો લૂંટાઈ રહ્યા છે. જે શાકભાજી પહેલા 20 થી 30 માં કિલો વેચાતી હતી તે આજે ડબલ ભાવે વેચાઈ રહી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકી પડી રહી છે.

લોકડાઉનના કારણે ઠેર ઠરે કાળા બજારી શરૂ થઈ ગઈ છે….જેની અસર હવે ધીરે ધીરે શાકભાજી ઉપર પણ જોવા મળી રહી છે…જે શાકભાજી 20 થી 30 રૂપિયા કિલો મળતી હતી તે શાકભાજી હવે ૫ થી ૬૦ રૂપિયાથી વધુ કિલોએ મળી રહી છે. ગવાર 100 રૂ.કિલો, રતારૂં 100 રૂ કિલો, કરેલા 50 રૂ.કિલો ભીંડા 50 રૂ.કિલો મળી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકાએ નગરવાસીઓને લોકડાઉન દરમ્યાન ઘરે બેઠા જ શાકભાજી મળી રહે તે માટે એક એપ તો બનાવી છે, પરંતુ જે એપના માધ્યમથી જે વેપારીઓ શાકભાજી બમણા ભાવથી શાકભાજી આપતા હોય ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાસ્તવિકતા ઉપર નજર કરીએ તો લોકડાઉનમાં કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર ઉપર ભારે અસર જોવા મળી રહી છે. લોકડાઉનમાં કારણે રોજગાર ધંધા બંધ થઈ ગયા છે જેની સાથે તેમની આવકનો સ્ત્રોત પણ સ્વભાવિક રીતે બંધ થઈ ગયો હોય તેવામાં ગૃહિણીઓને બમણા ભાવે શાકભાજી ખરીદવાનું પરવડે તેમ નથી, જેથી સુધરાઈ આ બાબતે આગળ આવી નગરજનો લૂંટાતા બચાવે તે જરૂરી બન્યું છે.
(અહેવાલ:- નીતિન પટેલ, હિંમતનગર)