રાજકોટ : મ્યુનિ. કમિશનર કોઠારીયા વિસ્તારમાં રહેલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી

0
317

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં વિવિધ કામગીરી થઈ રહી છે જેમાં કોરોના ટેસ્ટિંગ, વેક્સીનેસન, હોમ આઇસોલેસનમાં રહેલા લોકોને સારવાર માર્ગદર્શન વગેરે સેવા આપવામાં આવી રહી છે. આ કામગીરી અસરકારક રીતે થતી રહે તે માટે વરિષ્ઠ અધિકારીઓને વોર્ડ પ્રભારી તરીકેની જવાબદારી સુપરત કરાયેલી છે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે તા. ૧૪/૦૪/૨૦૨૧ ના રોજ કોઠારીયા વિસ્તારમાં રહેલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી તેમજ કોઠારીયા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ રૂબરૂ જઈ થઈ રહેલી કામગીરી નિહાળી હતી. આ ફિલ્ડ વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ નાગરિકો સાથે પણ સંવાદ કર્યો હતો.

કોઠારીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિડ ટેસ્ટિંગ અને વેકસીનેસનની થઈ રહેલી કામગીરી નિહાળી હતી અને સ્ટાફ સાથે વાતચીત કરી તેઓને પ્રોત્સાહીત કર્યા હતા માર્ગદર્શન આપ્યું હતું. કોઠારીયાના સ્વાતિ પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી ટેસ્ટિંગની કામગીરી પણ નિહાળી હતી. આ દરમ્યાન કોર્પોરેટરઓ અને સ્થાનિક આગેવાનો સહિતના નાગરિકો સાથે ચર્ચા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here