રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા શહેરમાં જુદા જુદા લોકપયોગી વિકાસના કામો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૮માં આવેલ શિવમ પાર્ક વિસ્તારમાં ડામરકામનું ખાતમુહુર્ત ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ તથા વોર્ડ નં.૧૮ના કોર્પોરેટરશ્રીઓના ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ વિસ્તારને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે.
આ પ્રસંગે વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, તથા ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા તેમજ વોર્ડ નં.૧૮ના ભાજપ સંગઠનના હોદેદારો શૈલેષભાઈ પરસાણા, મનસુખભાઈ ઠુંમર, દિનેશભાઈ લીંબાસીયા, નીલેશભાઈ મુંગરા, નટુભાઈ વાઘેલા, દેવાયતભાઈ ડાંગર, તથા સ્થાનિક લોકો ઉપસ્થિત રહેલ.