રાજકોટનું સૌથી મોટું મનાતું રામનાથપરા સ્મશાનગૃહમાં 50 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમણ થયા

0
600

રાજકોટ શહેરના રામનાથપરા સ્મશાન ધામમાં દરરોજની 40થી 45 જેટલા મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હાલ અહીંનો 50 ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને તેમને રજા ઉપર જવાની ફરજ પડી છે.છેલ્લા પંદર દિવસથી સતત 24 કલાક સ્મશાનમાં ઈલેક્ટ્રીક ભઠ્ઠી ચાલુ હોવાના કારણે તેમાં પણ ખામી સર્જાઈ છે.

  • સ્મશાનના 50 ટકા કર્મચારીઓ સાથે અંતિમવિધિ કરવાનું કામકાજ થઇ રહ્યું છે
  • ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં સર્જાઇ ખામી
  • કોરોના સંક્રમિત થતાં સ્ટાફને રજા આપવી પડી

રાજકોટઃ શહેરમાં સૌથી મોટું મુક્તિધામ આજી નદી ખાતે આવેલું રામનાથપરા સ્મશાન ધામમાં દરરોજની 40થી 45 જેટલા મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હાલ છેલ્લા પંદર દિવસથી દિવસ-રાત અહીંના કર્મચારીઓ કામ કરતાં હોવાના કારણે અહીંનો 50 ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઇને તેમને રજા ઉપર જવાની ફરજ પડી છે. જ્યારે હાલ 50 ટકા કર્મચારીઓ દ્વારા સ્મશાનની કામગીરી શરૂ રાખવામાં આવી છે. છેલ્લા પંદર દિવસથી સતત 24 કલાક સ્મશાનમાં ઈલેક્ટ્રીક ભઠ્ઠી ચાલુ હોવાના કારણે તેમાં પણ ખામી સર્જાઈ છે.

કોરોના સંક્રમિત થતાં સ્ટાફને રજા આપવી પડી

કોરોના સંક્રમિત થતાં સ્ટાફને રજા આપવી પડી

સ્મશાનમાં 50 ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા રજા પર

છેલ્લા કેટલાક દિવસોથી સતત કોવિડ બોડીઓનું અંતિમ સંસ્કાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કુલ 25થી 30 માણસોનો સ્ટાફ છે. જેમાં 50 ટકા જેટલો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે. જેમને રજા ઉપર ઉતારવાની ફરજ પડી છે. જેના કારણે સ્મશાનમાં અન્ય સ્ટાફને કોરોના ન થાય સ્મશાનમાં અંતિમવિધિની કામગીરી શરૂ રહે તે માટે મનપા તંત્ર દ્વારા પણ સ્ટાફ આપવાની પણ વાત કરી છે. હાલ રામનાથપરા સ્મશાનના 50 ટકા કર્મચારીઓ સાથે અંતિમવિધિ કરવાનું કામકાજ શરૂ રાખવામાં આવ્યું છે.

ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીમાં સર્જાઈ ખામી

રામનાથપરા સ્મશાન ગૃહ રાજકોટ સૌથી મોટું સ્મશાનગૃહ માનવામાં આવે છે. મોટાભાગના કોરોનાના મૃતકોની અંતિમવિધિ અહીં જ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીમાં અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સતત 24 કલાક ભઠ્ઠી ચાલું રહેવાના કારણે તેમાં ખામી સર્જાઈ હતી. જેને લઇને સ્મશાનમાં આવતી બોડીનું લાકડામાં અંતિમ વિધિ કરવાનું કામ શરૂ રાખવામાં આવ્યું હતું. જ્યારે હાલ થોડા સમય માટે સ્મશાન ગૃહમાં બોડી સ્વીકારવાનું કામકાજ પણ બંધ રાખવામાં આવ્યું છે. સમગ્ર મામલે સ્મશાન સંચાલકો દ્વારા મનપા તંત્રને જાણ કરવામાં આવી છે.