રાજકોટના પ્રાધ્યાપકે તૈયાર કરી ખાસ ‘રીક્ષા એમ્બ્યુલન્સ’, આ એમ્બ્યુલન્સો મુંબઈના રાજમાર્ગો પર પહેલાંથી જ દેવદૂત બનીને ફરી રહી છે.

રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસ નો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના કારણે અનેક નાની-મોટી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. તો બીજી તરફ આ મહામારી સામે લડવા રાજકોટના એક પ્રોફેસરે રિક્ષામાં જ ફેરફાર કરીને તેને એમ્બ્યુલન્સનું રૂપ આપ્યું છે! આ વાત આપના માન્યામાં નથી આવી રહી હોય ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ
તાજેતરમાં જ રાજકોટના એક પ્રોફેસરે રીક્ષા માં ફેરફાર કરીને તેને એમ્બ્યુલન્સનું રૂપ આપ્યું છે. એમ્બ્યુલન્સ હાલ કોરોનાની મહામારી સામે લડવા માટે આરોગ્ય વિભાગનું એક શસ્ત્ર બની ને કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ પૂર્વ ટેલિકોમ મંત્રી મિલિંદ દેવરા દ્વારા આ પ્રકારની ત્રણ જેટલા ઈમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ બી.એમ.સી ને ભેટ આપવામાં આવ્યા છે. જે હાલ ખૂબ કારગત સાબિત થઈ રહ્યા છે
પ્રોફેસર ધવલ મોનાણી એ એમ્બ્યુલન્સ રીક્ષા અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આપણા દેશમાં અનેક એવી જગ્યાઓ છે દાખલા તરીકે મુંબઈની ધારાવી કે જ્યાં કોઈપણ વ્યક્તિને જો તબીબી સારવારની જરૂર પડે તો ત્યાં એમ્બ્યુલન્સ જઈ શકતી નથી. ત્યારે તેવી સાંકડી અને નાની નાની જગ્યામાં પણ જે કોઇ વ્યક્તિને ઓક્સિજનની તાતી જરૂરિયાત હોય તે વ્યક્તિને ઓક્સિજન મળી રહે તેમજ ઓક્સિજનની સુવિધા લેતા લેતા તે હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે આ પ્રકારની એમ્બ્યુલન્સ રીક્ષા બનાવવાનો વિચાર આવ્યો હતો
એમ્બ્યુલન્સ રિક્ષામાં દર્દીને ઓક્સિજનની સારવાર મળી શકે તે માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ વ્યક્તિ માં કોરોના વાયરસનાં લક્ષણ છે કે કેમ તે માટે તેમના હ્ર્દય માં કનજકશન છે કે કેમ તે જોવા માટે એક્સ રે મશીન પણ રાખવામાં આવ્યું છે. જે દિવસમાં 80 થી 90 એક્સ રે લઈ શકે છે. તો સાથેજ સ્વેબ ટેસ્ટ પણ લઈ શકાય છે. હાલ રાજકોટના પ્રોફેસરે બનાવેલી એમ્બ્યુલન્સ રીક્ષા મુંબઈના રાજમાર્ગો પર દોડી રહી છે તેમ જ કોરોનાની મહામારી સામે લડવા કારગત સાબિત થઈ રહી છે
અહેવાલ :- દિલીપ પટેલ રાજકોટ