‘ટાઈગર પટૌડીનાં ક્રિકેટમાં ખરાબ પર્ફોમન્સને લીધે મારે લોકોનાં કડવા વહેણ સાંભળવા પડતા, લગ્ન માટે શરત મૂકી હતી’

0
237
  • શર્મિલા અને મંસૂરની પ્રથમ મુલાકાત વર્ષ 1965માં એક કોમન ફ્રેન્ડથી થઇ હતી
  • એકબીજાને સમજવામાં બંનેને 4 વર્ષ લાગી ગયા
  • 27 ડિસેમ્બર 1969ના રોજ શર્મિલા ટાગોર અને મંસૂર અલી ખાન પટૌડીએ લગ્ન કર્યા હતાં

વેટરન એક્ટ્રેસ શર્મિલા ટાગોરે ખુલાસો કરતા કહ્યું કે, માત્ર અનુષ્કા જ નહીં, મને પણ મારા ક્રિકેટર પતિ મંસૂર અલી ખાન પટૌડી(ટાઈગર પટૌડી)ના ખરાબ પર્ફોમન્સ માટે જવાબદાર માનવામાં આવતી હતી અને મારા ફેન્સ નહીં પણ મારા પિતાએ જ એકવાર આવું કર્યું હતું.

શર્મિલાએ એક લાઈવ સેશન દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું, ‘કદાચ એક મેચમાં ટાઈગર પટૌડીએ કેચ છોડી દીધો હતો અને મને મારા પિતાએ બીજા રૂમમાંથી ખીજાઈને કહ્યું, તારે તેને આખી રાત જગાડી નહોતો રાખવાનો.’ શર્મિલાએ કહ્યું, ‘શું તમે વિચારી શકો છો આ શું હતું?’

વધુ એક કિસ્સો
અન્ય એક રસપ્રદ કિસ્સો સંભળાવતા કહ્યું, ‘ટાઈગરને હું એક પાર્ટી દરમિયાન મળી હતી અને ત્યારે તેઓ બધા સાથે બ્રિટિશ એક્સેન્ટમાં વાત કરી રહ્યા હતા. તેમનું સેન્સ ઓફ હ્યુમર જોરદાર હતું અને તેઓ પોતાના જ જોક્સ પર હસતા હતા. ટાઈગર મારા માટે સુંદર કવિતા લખતા હતા પરંતુ એકવાર જ્યારે આ કવિતાઓ મેં કો-સ્ટાર ફિરોઝ ખાનને દેખાડી તો ખબર પડી કે આ કવિતાઓ હકીકતમાં ગાલિબે લખી હતી.’

લગ્ન માટે શરત મૂકી હતી

લગ્ન માટે શરત મૂકી હતી

પેરિસમાં લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો
શર્મિલા અને મંસૂરની પ્રથમ મુલાકાત 1965માં એક કોમન ફ્રેન્ડથી થઇ હતી. પ્રથમ મુલાકાતમાં જ બંને એકબીજાને ગમવા લાગ્યા હતા. શર્મિલાને પહેલેથી જ ક્રિકેટમાં ઘણી રૂચિ હતી પરંતુ તે મંસૂરને મળી ત્યારે તે તેમના સેન્સ ઓફ હ્યુમરની દિવાના થઇ ગયા હતા. મંસૂરને હિન્દી ફિલ્મો વિશે ખાસ જાણકારી નહોતી. એક-બીજાને સમજવામાં બંનેને 4 વર્ષ લાગી ગયા. એ પછી મંસૂરે પેરિસમાં લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. શર્મિલાએ એકવારમાં જ હા પાડી દીધી. 1969માં બંનેએ લગ્ન કર્યા પણ ઘણા ઓછાને ખબર છે કે લગ્ન પહેલાં શર્મિલાએ એક શરત મૂકી હતી.

શર્મિલાને પહેલેથી જ ક્રિકેટમાં ઘણી રૂચિ હતી

શર્મિલાને પહેલેથી જ ક્રિકેટમાં ઘણી રૂચિ હતી

શું હતી શર્મિલાની શરત?
પ્રપોઝલમાં હા પાડીને શર્મિલાએ શરત મૂકી કે, હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે તમે મેચમાં એકસાથે 3 છક્કા એટલે કે સિક્સરની હેટ્રિક કરશો. મંસૂરે બીજે દિવસે મેચમાં આખા દેશ સામે સિક્સર લગાવીને પ્રેમ સાબિત કર્યો અને 27 ડિસેમ્બર 1969માં બંનેએ લગ્ન કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here