મોરવા હડફની પેટા ચૂંટણીમાં ૫૫૪૨ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

0
272


ગોધરા, માહિતી બ્યુરો: પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા. ૧૭-૪-૨૦૨૧ને શનિવારના રોજ યોજનાર છે. મોરવા હડફ વિધાનસભા બેઠક પર ૧,૧૧,૪૩૫ પુરુષ, ૧,૦૭,૯૦૨ મહિલાઓ સહિત કુલ ૨,૧૯,૩૩૭ મતદારો નોંધાયા છે. તે પૈકી ૧૫૨ સેવા મતદારો છે. રસપ્રદ વાત એ છે કે, આ બેઠક ઉપર ૫૫૪૨ મતદારો એવા છે કે જે સૌ પ્રથમ વાર આ ચૂંટણીમાં તેમના મતદાનનો બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. એટલે કે, ૧૮થી ૧૯ વય જૂથના આટલા મતદારો છે. આ બેઠક ઉપર ૨૦થી ૨૯ વયના ૫૭૨૧૯, ૩૦થી ૩૯ સુધીની વયના ૫૪૦૦૪, ૪૦થી ૪૯ વય જૂથના ૩૭૮૪૧, ૫૦થી ૫૯ વયમાં ૨૮૬૫૩, ૬૦થી ૬૯ વયમાં ૨૦૨૮૮, ૭૦થી ૭૯ વયમાં ૧૦૭૦૧, જ્યારે ૮૦થી વધુની ઉંમર ધરાવતા ૪૯૩૭ મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મતદારો ૨૦થી ૨૯ વયજૂથના છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તાએ જણાવ્યું છે.

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here