કોરોના વોરિયર્સ સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું- ‘તમારા સંઘર્ષને મે નજીકથી જોયો છે, તમે અમારા સુપર હીરો છો’

0
329

દેશમાં કોરોનાની સ્થિતિ એ હદે ખરાબ બની ચુકી છે કે મોટાભાગના રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ, વિકેન્ડ કર્ફ્યુ જાહેર કરવામાં આવે છે. પરીક્ષા અને કેટલાક રાજ્યમાં તો ચૂંટણી પણ રદ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે સરકારે આકરા પગલા લેવાની ચોક્કસ જરૂરિયાત જણાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મિડિયા ફેસબુકના માધ્યમથી લોકોને સંબોધીને આરોગ્યકર્મીઓની હિમ્મત વધારી હતી. બધા સાથે મળી આ મહામારી સાથે લડીશું. તમે અમારા માટે સુપર હીરો છે.મુખ્યમંત્રીએ કહ્યું તમારા સંઘર્ષને મે ખૂબ જ નજીકથી જોયો છે.

કોરોના હારશે, ગુજરાત જીતશે, તમારા પર સૌને આશા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, મહામારીની શરૂઆતથી ત્યારથી જાનની બાજી લગાવીને, દિવસ રાત જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીની સેવા કરી. કેટલાક ડોક્ટર્સ, નર્સ અને કોરોના વોરિયર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા.

આજે ફરી એક વખત પરિસ્થિતિ કથળી છે, કોરોનાના કેસ વધ્યા છે ત્યારે આખુ રાજ્ય આશા રાખી રહી છે. તમારુ કામ તપસ્યા સમાન છે. લડાઇ લાંબી ચાલી છે. તમે પણ મનુષ્ય છો. નારાશા અને થકાવટ પણ થાય. પરંતુ આ કોરોના ક્યારે હટશે ત્યારે હિમ્મત અને આશા રાખીશું. આખુ ગુજરાત તમારા પર આશા રાખે છે. આપણો વિજય થશે.

રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કારણે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર 5000થી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આવી સ્થિતિમાં સંવેદનશીલ સરકાર કોઈ મહત્વનો નિર્ણય કરે એ અત્યંત જરૂરી બની ગયું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મિડિયા ફેસબુકના માધ્યમથી લોકોને સંબોધીને આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓ અને તમામ કોરોનાવોરિયર્સને શાબ્દિક હિમ્મત આપવામાં આવી હતી અને તમામનો આભાર માન્યો હતો. મુખ્મંત્રીએ કહ્યું હતું કે આપણી કોરોના સામેની લડાઈ લાંબી ચાલી, પરંતુ આપણે હારવાની કે થાકવાની જરૂર નથી. આરોગ્યકર્મચારીએ તો 3 લાખથી વધુ લોકોને સ્વસ્થ કરીને ઘરે મોકલ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here