રાજકોટના યુવાને ટિકટોકને પણ ટક્કર મારે તેવી ‘ચાચાચા ઈન્ડિયન ટિકટોક’ એપ બનાવી

0
402

‘ચાચાચા ઈન્ડિયન ટિકટોક’માં ટિકટોક જેવા જ ફિચર્સ આપવામાં આવ્યા

રાજકોટ. ભારત અને ચીન વચ્ચે થયેલા તણાવના કારણે કેન્દ્ર સરકારે 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ટિકટોક જેવી એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજકોટના 4 યુવાનોએ મળીને ટિકટોકને પણ ટક્કર મારે તેવી ‘ચાચાચા ઈન્ડિયન ટિકટોક’એપ બનાવી છે. જેમાં ટિકટોક જેવા જ તમામ ફિચર્સ આપવામાં આવ્યા છે.

એપની આગામી અપડેટમાં ડ્યુએટની સુવિધા અપાશે
ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવતા ભારતીય બનાવટની એપ્લિકેશન મેદાનમાં આવી છે. ત્યારે રાજકોટના 4 યુવાનોએ મળીને કોરોનાની મહામારી વચ્ચે ટિકટોકને પણ ટક્કર આપે તેવી ‘ચાચાચા ઈન્ડિયન ટિકટોક’ નામની મોબાઈલ એપ્લીકેશન બનાવી છે. ‘ચાચાચા ઈન્ડિયન ટિકટોક’ નામની એપ્લીકેશનમાં અત્યારે ટિકટોકની જેમ ડ્યુએટની સુવિધા આપવાની બાકી છે. જેના પર હાલ કામ કરવામાં આવી રહ્યું છે. ચાચાચા ઈન્ડિયન ટિકટોક બનાવનાર જયેશ વસાણીએ જણાવ્યું હતું કે આગામી અપડેટ એપ્લિકેશનનમાં ડ્યુએટની સુવિધા આપવામાં આવશે. જે લોકો અમારી આ એપ્લિકેશન ઉપયોગ કરશે તેને અમે આ સુવિધા આપીશું.

રાજકોટના યુવાને આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કર્યું
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યા બાદ PM નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી હતી. ત્યારે જયેશ વસાણી જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા યુવાનો દ્વારા હાલ ચાચાચા ઈન્ડિયન ટિકટોક નામની એપ્લીકેશન બનાવવામાં આવી રહી છે તે ખરા અર્થમાં આત્મનિર્ભર ભારતના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.