પંચમહાલ ૬૦ વર્ષના દિવ્યાંગ ભારતસિંહ બારિયાના હોંસલાને સલામ…..

0
386

પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આજે થયેલા મતદાનમાં કેટલાક પ્રેરણાદાયી દ્રષ્યો જોવા મળ્યા હતા. કોઇ અશક્ત તો કોઇ વૃદ્ધ, સૌએ મતદાન કરી પોતાનો લોકશાહી પ્રત્યેનો નાગરિક ધર્મ અદા કર્યો હતો. આવો જ એક કિસ્સો ભારતસિંહ બારિયાનો પણ છે.

૬૦ વર્ષીય ભારતસિંહ બારિયા પોતે પગથી દિવ્યાંગ હોવા છતાં મતદાન કરવા માટે બૂથ સવારના પહોરમાં ટ્રાઇસીકલ લઇને પહોંચી ગયા હતા. જ્યાં તેમને પ્રાથમિક્તા આપીને અન્યો કરતા વહેલા મતદાન કરવા દેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું કે, મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. સૌએ મતદાન કરવું જોઇએ.

અહેવાલ – ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here