હિંમતનગરના હિંમતવાન પોલીસકર્મીની દિલચશ્પ કહાની

0
819

તા.4,હિંમતનગર: લોક ડાઉન બાદ પોલીસ કર્મીઓની કામગીરી વધી ગઈ છે… સતત ફરજ બાજ્વતા પોલીસ કર્મીઓ પોતાના આરોગ્યની ચિંતા પણ નથી કરતા ત્યારે આવો જ એક દાખલો જોવા મળ્યો હિમતનગરમાં… જ્યાં 100 નંબર પી.સી.આરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ઇન્દ્રવિજયસિંહ રહેવરને મોટર સાઇકલ સ્લીપ થતા  હાથમાં ફેકચર થયું છે.

પોતાની આ હાલતને નાં ગણકારતા તેઓ આજે પણ ફરજ બજાવી રહ્યા છે… તો નવાઈની વાત તો એ છે કે તેમણે હાથ  ભાંગ્યો હોવા છતાં રજા માંગી નથી….અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે…આ બાબતે તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાને લઈને પરીસ્યીતી ગંભીર છે.. ત્યારે મારું પહેલું કામ મારી ફરજ પ્રમાણીકતાથી બજાવવાની છે, હાલમાં મારો હાથ ભાંગ્યો છે. પણ હૈયું અને હિમ્મત બંને અડીખમ છે માટે જ આજે હું નિષ્ઠાપૂર્વક મારી ફરજ બજાવી રહ્યો છું.

(અહેવાલ:- નીતિન પટેલ, હિંમતનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here