બેડ પરથી પડ્યા કોરોના દર્દી, હોસ્પિટલની બેદરકારીને લીધે તડપીને થયું મોત

0
485

તેલંગણાના કરીમનગરમાં કોરોના દર્દીની સાથે બેદરકારીનો એક મોટો મામલો સામે આવ્યો છે. કરીમનગરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ એક દર્દીની બેડ પરથી નીચે પડ્યા પછી મોત થઇ ગઇ. જિલ્લા હોસ્પિટલમાં રવિવારે બનેલી આ ઘટનામાં 70 વર્ષીય કોરોના દર્દીનું મોત થયું છે. કોરોના દર્દીને 22 જુલાઇના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. વોર્ડમાં દાખલ દર્દીઓનો આરોપ છે કે, 70 વર્ષીય વૃદ્ધના બેડ પરથી પડ્યાની ખબર તરત હોસ્પિટલ પ્રશાસનને આપવામાં આવી, પણ કોઇ જરૂરી પગલું લેવામાં આવ્યું નહીં. શ્વાસ લેવામાં તકલીફ થવાને લીધે દર્દી તડપતા રહ્યા, પણ હોસ્પિટલ તરફથી કોઇ મદદ માટે આગળ આવ્યું નહીં. આખરે દર્દીનું મોત થઇ ગયું.

જિલ્લા પ્રશાસન સરકારી હોસ્પિટલની બેદરકારીને કારણે એક કોરોના દર્દીનું મોત થયું. વોર્ડમાં તે પોતાના બેડ પરથી પડી ગયા હતા. ત્યાર પછી તેમની ઓક્સીજનની સપ્લાઇ અચાનક બંધ થઇ ગઇ. આ દરમિયાન તેઓ તડપતા રહ્યા, પણ જોત જોતામાં થોડી જ ક્ષણોમાં તેમનું મોત થઇ ગયું.

તેની વચ્ચે બેડથી નીચે પડેલા દર્દી અને સાથી કોરોના દર્દીઓની ફરિયાદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જિલ્લા પ્રશાસનની બેદરકારી ક્લિઅરલી જોવા મળી રહી છે. હોસ્પિટલ પ્રશાસનને પણ આ ઘટનાને સ્વીકાર કરતા આ દુઃખદ ઘટનાની પાછળ મેડિકલ સ્ટાફની અછતને જવાબદાર ગણાવ્યું છે.

કરીમનગરમાં રવિવારે કોરોના વાયરસના 51 નવા કેસો સામે આવ્યા હતા. સંપૂર્ણ તેલંગણામાં રવિવારે 1500થી વધારે કોરોના કેસ સામે આવ્યા. રવિવાર સુધી રાજ્યમાં કુલ દર્દીઓનો આંકડો 54 હજારને પાર કરી ગયો. જેમાં 463 લોકોના મોત થયા છે.

જણાવી દઇએ કે, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમિતોના અત્યાર સુધીમાં સૌથી વધારે 49,931 નવા મામલા સામે આવ્યા પછી સોમવારે દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો વધીને 14,35,453 થઇ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે 9 વાગ્યે આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે. તો વળી 708 લોકોના મોત પછી ભારતમાં મૃતકોનો કુલ આંકડો વધીને 32,771 થઇ ગયો છે. મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 4,85,114 લોકોની સારવાર ચાલી રહી છે અને 9,71,567 લોકો સંક્રમણ મુક્ત થઇ ગયા છે. હવે દેશમાં બે દિવસમાં કોરોનાના એક લાખ નવા દર્દી સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here