દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે વિશિષ્ઠ હશે; વેબ ને સોશિયલ મીડિયાનો દબદબો દેખાશે

0
362

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જારી કર્યા દિશા નિર્દેશો: કોરોનાના સંક્રમણ સમયે માસ્ક પહેરી સામાજીક અંતર જાળવવું પડશે: લોકોને એકત્ર કરવાને બદલે વેબ, સોશિયલ મીડિયાના માધ્યમ થકી જોડાશે
દેશમાં હાલ કોરોનાના રોગચાળાનો વ્યાપ વધતો જાય છે. એ સંજોગોમાં સાવચેતીના પગલા પણ લેવાઈ રહ્યા છે. ત્યારે આગામી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પણ માસ્ક પહેરી, સામાજીક આંતર જાળવી અને યોગ્ય સેનીટાઈઝેશન કરીને કરવામાં આવશે કોરોનાનો રોગચાળો વધુ ન ફેલાય તે માટે તકેદારીના પગલાઅને આરોગ્ય વિષયક સુચનાઓનાં કડક અમલ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે.દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો મુખ્ય સમારંભ નવીદિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાશે.

આ ઉજવણીમાં લાલ કિલ્લા ખાતે દેશના ત્રણેય સુરક્ષા દળો તથા દિલ્હી પોલીસના જવાનોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામી આપશે સવારે ૯ કલાકે વડાપ્રધાનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી, રાષ્ટ્રગાન સાથે ઉજવણી થશે. ત્રિરંગા બલુન પણ આકાશમાં છોડાશે. લશ્કરની ત્રણેય પાંખોના જવાનો વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આવશે ૨૧ તોપોની સલામી આપવામાં આવશે અને વડાપ્રધાન દેશને સંબોધન કરશે.

હાલ દેશમાં કોરોનાનો કહેર છે એટલે મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવાને બદલે લાઈવ ટેલીકાસ્ટ તથા ફેસબૂક સહિતના પ્રસારણ માધ્યમોના ઉપયોગથકી ઉજવણીનો લોકોને લાભ મળી શકશે.દર વર્ષે યોજાતો સ્વાતંત્ર્ય પર્વ સન્માન સમારંભ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે.

દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગેના કેટલાયક નિયમો જાહેર કર્યા છે. જે મુજબ જે તે રાજયનાં વડામથકે સવારે ૯ કલાકે રાજયનાં મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. અને રાષ્ટ્રગાન કરવામાં આવશે. કોવિડ ૧૯ના રોગચાળાને ધ્યાનમાં રાખી સામાજીક અંતર, માસ્ક પહેરવા વગેરે નિયમો પાળવાના રહેશે એજ રીતે જિલ્લા તાલુકા કક્ષાએ અને પંચાયત કક્ષાએ પણ સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવશે.

દેશમાં હાલ કોરોના સામે જંગ લડી રહેલા તબીબો નર્સ સહિત પેરા મેડિકલ સ્ટાફ સેનીટેશન વર્કર વગેરેને ઉજવણીમાં આમંત્રીત કરી તેમની દેશની જનતાના આરોગ્ય માટેની સેવાઓને બિરદાવવામાં આવશે આ ઉપરાંત કોરોનાની બિમારીમાં જે લોકો સાજા થઈ ગયા છે તેમને પણ આ ઉજવણી કાર્યક્રમમાં સામેલ કરવા તથા તેમના અનુભવોનો જનતાને લાભ આપવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનુરોધ કર્યો છે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીએ વૃક્ષારોપણ આંતર સ્કુલ કોલેજ વિગેરે સોશિયલ મીડીયાના માધ્યમથી યોજવાનું પણ ગૃહ મંત્રાલયે સુચવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર રાજય સરકારની મહત્વની યોજનાનું લોકાપર્ણ વગેરે પણ ઓનલાઈન માધ્યમથી કરાશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આપેલી આત્મનિર્ભર યોજનાના અલગ અલગ માધ્યમો થકી પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયાસો પણ સોશિયલ મીડીયાના માધ્યમથી કરી શકાશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here