ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બાટલા પુરા થતા સ્ટાફ માં દોડધામ મચી જવા પામી હતી

0
271

કોરોના ના 54 બેડ ધરાવતી ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બાટલા ખૂટી પડ્યા હતા ઓક્સિજન બાટલા ગાડી ખાલી બાટલા રીફલિંગ કરાવવા બપોર ની ગઈ હતી પરંતુ ત્યાં પણ વેઇટિંગ માં વારો આવતા સાંજે ગોંડલ સિવિલ હોસ્પિટલ માં માત્ર 5 બાટલા હોય હોસ્પિટલ સ્ટાફ માં દોડધામ મચી જવા પામી હતી સમગ્ર ઘટના ની જાણ યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ રાજ્યગુરુ ને થતા તુરંત સિવિલ હોસ્પિટલ દોડી આવી પરિસ્થિતિ નો ચિતાર મેળવ્યો હતો

તેમજ ગોંડલ સિવિલ માં 60 થી 70 ઓક્સિજન બાટલા હોય વધુ બાટલા ની જરૂરિયાત હોય તેઓએ તુરંત ડેપ્યુટી કલેક્ટર ને ફોન કરી વધુ 40 બાટલા ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ફાળવવા જાણ કરેલ તેમજ ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ઓક્સિજન ટેન્ક ની જરૂરિયાત હોય તે અંગે પણ ગોંડલ ડેપ્યુટી કલેક્ટર ને જાણ કરેલ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here