જ્યારે પણ ભારતીય ક્રિકેટમાં છગ્ગા કે ચોગ્ગાની ચર્ચા થાય છે, ત્યારે છ બોલમાં છ સિક્સની વાતનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. જ્યારે પણ લિમિટેડ ઓવરમાં ક્રિકેટ ગેમમાં રનની વાત આવે છે ત્યારે યુવરાજસિંહનું નામ અચૂક લેવામાં આવે છે. જેણે ઘણી મેચ જીતાડી છે. બોલિંગ અને બેટિંગ એમ બંનેમાં એક જોશ તથા આક્રમકતા દેખાડી ભારતીય ટીમને પહેલો વર્ષ 2007નો T20 વિશ્વકપ અને પછી વર્ષ 2011માં વન-ડે વિશ્વકપનો ખિતાબ અપાવવામાં યુવરાજનો સિંહ ફાળો છે.
પણ એક વર્ષ પહેલા જ ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા યુવરાજસિંહે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે, બોર્ડે એની સાથે કરિયરના અંત દરમિયાન કોઈ સારો વ્યવહાર નથી કર્યો. આ સાથે યુવરાજે કેટલાક બીજા અને મહાન ખેલાડીઓના નામ પણ લીધા જેનું કેરિયર શાનદાર અને આંતરરાષ્ટ્રીય હોવા છતાં પણ એમના કેરિયરનો અંત સુખદ રહ્યો ન હતો. યુવરાજે કહ્યું કે, મને એવું લાગે છે કે, તેમણે મારી કરિયરના અંતમાં મારી સાથે જેવો વ્યવહાર કર્યો એ યોગ્ય ન હતો. પણ જ્યારે હું અન્ય અને બીજા મહાન ખેલાડીઓ જેવા કે, હરભજનસિંહ, વીરેન્દ્ર સહેવાગ, ઝહીર ખાનને જોવ છું તો એમની સાથે પણ સારો વ્યવહાર થયો નથી. તેથી આ બધુ તો ભારતીય ક્રિકેટનો એક ભાગ છે.
મેં આવું અગાઉ પણ જોયું છે એટલે મને આવા બધાથી એવો કોઈ મોટો શોક લાગ્યો નથી. યુવરાજે બોર્ડનું આ પ્રકારનું વલણ બદલાશે એવી પણ સારી આશા વ્યક્ત કરી છે. તેણે ઉમેર્યું હતું કે, જે ભારત માટે આટલા લાંબા સમયથી રમે છે. મુશ્કેલીભરી સ્થિતિમાંથી પસાર થયો છે. તમારે એમનું નિશ્ચિત રીતે એક સન્માન કરવું જોઈએ. જોકે, યુવરાજ પોતાને એક મહાન ખેલાડી તરીકે માનતો નથી. તેણે એવું પણ ઉમેર્યું કે, જે રીતે ગૌતમ ગંભીર જેણે આપણા માટે બે વિશ્વકપ જીત્યા છે. સહેવાગ જે ટેસ્ટમાં સુનિલ ગવાસ્કર બાદ અમારા માટે સૌથી મોટી મેચ જીતાડનાર ખેલાડી રહ્યો છે. વીવીએસ લક્ષ્મણ, ઝહીર ખાન જેવા ખેલાડી હોય છે એમને યોગ્ય સન્માન મળવું જોઈએ. મને નથી લાગતું કે, હું કોઈ મહાન ખેલાડી છું. મેં આ રમત પૂરા સન્માન સાથે રમી છે. પણ હું ખાસ કોઈ ટેસ્ટ ક્રિકેટ મેચ રમ્યો નથી. મહાન ખેલાડી એ છે કે, જેનો ટેસ્ટ રેકોર્ડ ઘણો સારો રહ્યો હોય. ગત વર્ષે યુવરાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, તેને વિદાયમેચ રમવાનો પણ કોઈ ચાન્સ મળ્યો નથી.