ખંભાળીયા-જામનગર ધોરીમાર્ગ ઉપર મેધપર ગામ નજીક રાત્રીના સમયે એમ્યુલન્સ વાહનનં. GJ 10 AA 5288 રસ્તા કાંઠાના ઝાડ સાથે અકસ્માતે અથડાયેલ હોવાનું જોવા મળતા કોવિડ અંગેની ખંભાળીયાથી સમીક્ષા બેઠક માંથી પરત ફરી રહેલા સાંસદ પૂનમબેન માડમએ અકસ્માત જોતા સ્થળ પર જ પોતાની ગાડી રોકી, આજુબાજુના ગામ આગેવાનો, પોલિસ, એમ્યુલન્સને તાત્કાલીક બોલાવી ગંભીર રીતે ધાયલ વ્યકિતઓને સારવાર અર્થે સમયસર હોસ્પીટલાઈઝ કરવા અંગેની માનવતાવાદી કામગીરી કરેલ.

તા.૧૮/૪/૨૧ ના રોજ ખંભાળીયા ખાતે દેવભૂમિ દ્રારકા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ અંગેની સમીક્ષા બેઠક માંથી મોડી રાત્રે સાંસદ પૂનમબેન માડમ જામનગર પરત ફરી રહયા હતા તે વખતે મેધપર ગામ નજીક રીલાયન્સ પાસે એક એમ્બ્યુલન્સ વાહન ઝાડ સાથે અથડાઈ રોડની સાઈડમાં ભુકકો થઈ ગયેલી જોવા મળતા અને અકસ્માત તાજેતરનો હોય, આજુ બાજુ કોઈ લોકો ના હોય

તે સ્થિતીમાં બનાવના સ્થળે સાંસદએ પોતાની કાર રોકી સ્થળે એમ્યુલન્સ જોતા તેમાં વાહન ચાલક ગંભીર હાલતમાં કણસતા હતા અને અંદર એક યુવાન દબાઈ ગયેલ હોવાનું જોવા મળતા સાંસદએ આજુબાજુના ગામના આગેવાનો, પોલિસ અને અન્ય એમ્યુલન્સ બોલાવી ધાયલ લોકોને તાત્કાલીક હોસ્પીટલ પહોંચાડી સારવાર અપાવેલ અને મૃતક યુવકના પરિવારને બોલાવી શાન્તવના આપી હતી. આ માનવતાવાદી પગલાની ઠેર ઠેરા પ્રશંસા થઈ રહી છે.
અહેવાલ- સાગર સંઘાણી, જામનગર