૨૯૦૦૦ – લીટરનો ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર ઝડપી પાડતી માંગરોળ પોલીસ

0
994

જુનાગઢ રેન્જના આઇ.જી પી . મનીન્દર પવાર તથા જુનાગઢ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી ની સુચના મુજબ તથા ના.પો.અધિ.જે.ડી. પુરોહીત તથા સી.પી.આઇ. એન.આઇ.રાઠોડનાઓના માર્ગદર્શન મુજબ ગે.કા બાયોડીઝલ વેંચાણ સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી પો.સબ ઇન્સ વિ યુ સોલંકી તથા પો.સ્ટાફ ના માણસો રમજાન માસ સબબ ના.રા. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કેશોદ ચોકડી પાસે એક શંકાસ્પદ ટેન્કર રજી.નં જીજે – ૧૨ – બીટી -૭૩૮૨ ને ઉભુ હોય જેથી ટેન્કરના ડ્રાઇવરને પુછપરછ કરતા ગે.કા બાયો ડીઝલ ભરેલનું જણાય આવતા ૨૯,૦૦૦ / લીટર ગે.કા.બાયોડીઝલ કિ.રૂ .૧૫,૯૫,૦૦૦ -તથા બાયોડીઝલની હેરાફેરીમાં લીધેલ ટેન્કર રજી.નં જી.જે – ૧૨ બી.ટી. – ૭૩૮૨ કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / – તથા ડ્રાઇવરનાં અંગ કબજામાંથી મળી આવેલ મો ફોન કિ.રૂ .૨૦૦૦ / – મળી કુલ મુદામાલ કિ.રૂ .૨૫,૯૭,૦૦૦ / – નો મુદામાલ કબજે કરેલ અને આરોપીઓ ટેન્કર ચાલક પ્રકારભાઇ જોધારામ ચંન્દ્રા રહે . સોભલા ઢાંકા જી.બાડમેર ( રાજસ્થાન ) તથા ( ૨ ) માલ ભરી દેનાર ત્રીશુલ પેટ્રો એન્ડ કેમીકલ્સ ( કંપની પુર્વ કચ્છ ગાંધીધામ પીપરપાટી જેના શેઠ ( ૩ ) માલ મંગાવનાર યજ્ઞેશભાઇ મોહનભાઇ ચામુડીયા રહે.માંગરોળ જી . જુનાગઢ વાળા વીરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પો.સબ ઇન્સ . વિ.યુ.સોલંકી તથા પો.હેડ કોન્સ એમ.આર.વાળા તથા આર પી.છેલાણા તથા પો.કોન્સ કેતનભાઇ રવજીભાઇ મકવાણા તથા પો.કોન્સ રાહુલગીરી રમેશગીરી અપારનાથી તથા પો.કોન્સ દીલાવરસિંહ વાલાભાઇ મોરી તથા પો.કોન્સ પ્રીતેશ સીંહ ગજેન્દ્રસીંહ દયાતર તથા પો.કોન્સ . સાગરભાઇ મીઠાભાઇ પરમાર વગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે .

અહેવાલ- ઈમરાન બાંગરા, માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here