ગીર-સોમનાથ જિલ્લાના એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં/ચણા ખરીદી ૨૫ એપ્રીલ સુધી બંધ રહેશે

0
228

ગીર-સોમનાથ જિલ્લાનાં એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતેથી ખેડૂત પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણા અને ઘઉં ખરીદી કરવામાં આવે છે. હાલમાં કોરોના સંક્રમણના કારણે ખરીદ સેન્ટરના અધિકારી/કર્મચારી, ગ્રેડર, ઓપરેટર, લેબર સહિતના કોરોના સંક્રમીત થયેલ હોય અને બહારથી આવતા ખેડૂતોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે હેતુથી અને જાહેર આરોગ્યની જાળવણી હેતુસર જિલ્લાનાં તમામ એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ચણા તેમજ ઘઉંની ખરીદી આજરોજથી તા. ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમારની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here