અમદાવાદના સ્મશાનોમાં મૃતદેહોના 24 કલાક અંતિમ સંસ્કાર, વાડજમાં રાત્રે સ્મશાનની ચીમનીમાંથી આગના તણખા ઉડ્યા

0
234
  • સતત અગ્નિ સંસ્કાર થતા હોવાથી ચીમનીઓ પીગળીને આગ ઓકી રહી છે

અમદાવાદ શહેરમાં મોતનો આંકડો હવે ભયાનક સ્થિતિમાં પહોંચી ગયો છે. કોરોનાથી થતાં મોત અને સંક્રમિત થનારા લોકોનાં આંકડાથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે પણ શહેરના સ્મશાન 24 કલાક ચાલુ છે. સ્મશાનમાં મૃતદેહો એટલા બધા પ્રમાણમાં આવે છે કે હવે સ્મશાનની ચીમનીઓ પીગળવાની તૈયારી છે. આનાથી પણ વધુ ભયાવહ સ્થિતિ એવી છે કે શહેરમાં સ્મશાનની ચીમનીઓમાંથી આગ નીકળી રહી છે. વાડજમાં સોમવારે રાત્રે સ્મશાનમાં ભયાનક દ્રશ્યો સામે આવ્યાં હતાં. રાતના સમયે સ્મશાનની ચીમનીમાંથી રીતસરની આગ નીકળઈ રહી હતી. અંધારામાં આ દ્રશ્ય અત્યંત ખતરનાક દેખાતું હતું.

વાડજ સ્મશાનમાં ચીમનીમાંથી રાત્રે રીતસરના આગના તણખા ઉડતા દેખાયા

વાડજ સ્મશાનમાં ચીમનીમાંથી રાત્રે રીતસરના આગના તણખા ઉડતા દેખાયા

સ્મશાનની ભઠ્ઠીઓ પણ ઓગળવા માંડી
કોરોનાને કારણે અમદાવાદની મેડિકલ સુવિધા ખખડી ગઈ છે. શહેરમાં હાલ મૃતદેહોના નિકાલ માટે સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. આ સમગ્ર બાબતના કારણે શહેરમાં ક્યાંય મોતનો મલાજો નથી જળવાતો. સ્મશાન પણ હવે ભયાનક બની રહ્યાં છે. મૃતદેહોને અગ્નીદાહ આપવામાં આવે છે એ ભઠ્ઠીઓ પણ ઓગળવા લાગી છે. તે ઉપરાંત સ્મશાનની ચીમનીઓમાંથી રીતસરની આગ નીકળી રહી છે. વાડજમાં સ્મશાનની અંદર 24 કલાક મડદા બળી રહ્યા છે.

રાત્રે દેખાતા આ દ્રશ્યોથી લોકોમાં પણ ભય ફેલાયો

રાત્રે દેખાતા આ દ્રશ્યોથી લોકોમાં પણ ભય ફેલાયો

સુરતમાં સ્મશાનગૃહમાં લોખંડની ગ્રિલ પીગળી ગઈ
સુરતમાં પણ સ્મશાનગૃહોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે. આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે.

સુરતમાં પણ ચીમનીઓ અને લોખંડની ગ્રીલ પીગળી ગઈ હતી

સુરતમાં પણ ચીમનીઓ અને લોખંડની ગ્રીલ પીગળી ગઈ હતી

મોતનો આંકડો ચોંકાવનારી રીતે વધી રહ્યો છે
સરકારી એમ્બ્યુલન્સ એક પછી એક એમ થલતેજ સ્મશાનમાં આવી રહી છે અને ત્યાં મોતનો આંકડો ચોંકાવનારી રીતે વધી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ બાબતે તંત્ર દ્વારા તરત કામગીરી કરવામાં આવે તે અંગેની મેગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here