ગોંડલ સીટી પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ સામે એસઆરપી જવાન નગ્ન થયો, પત્ની અને પુત્રે માથાકૂટ સાથે ફરજમાં રૂકાવટ કરી

0
652

એસઆરપી જવાને નોટીશ બજવણી ના થવા દેવાના હેતુથી પોલીસ ને ગાળો ભાંડી ઝગડો કર્યો હતો નીચ માનસિકતાથી ટેવાયેલા એસઆરપી જવાનની પીઆઈ એસ એમ જાડેજા, પીએસઆઇ ઝાલા એ આગવી ઢબે સરભરા કરી સાન ઠેકાણે લાવી દીધી

“ઊલટા ચોર કોટવાલ કો ડાંટે ” ના કહેવત જેવી ઘટના ગોંડલના સિટી પોલીસ મથકમાં બનવા પામી છે એસઆરપી ગ્રુપ માં નોટિસ બજાવવા ગયેલ પોલીસ કોન્સ્ટેબલ સાથે એસઆરપી જવાને ઝઘડો કરી પોલીસ ફરિયાદ નોંધાવવા મથકે આવી ફરી ઝઘડો કરી મહિલા કોન્સ્ટેબલ ની સામે નગ્ન થઈ વરવો ખેલ ખેલી પોલીસ કોન્સ્ટેબલ સાથે મારપીટ કરી હતી.

ગોંડલ સિટી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રેશ્માબેન અબ્દુલભાઈ મંધરા એ એસ.આર.પી ગૃપ આઠ માં રહેતા ભગવાનજી નાથાભાઈ મકવાણા તેના પત્ની મંજુલાબેન અને પુત્ર પ્રકાશ વિરુદ્ધ પોલીસ મથકમાં કપડાં કાઢી નગ્ન થઈ ખોટો ઝઘડો કરી એકબીજાને મદદગારી કરવા અંગેની ફરિયાદ નોંધાવતા ipc કલમ 186 188 269 332 354 506 114 તથા ધ એપેડેમિક એક્ટ કલમ ત્રણ તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51 મુજબ ગુનો નોંધાવા પામ્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસ કોન્સ્ટેબલ વાઘાભાઈ માલાભાઈ આલ એસઆરપી ગૃપ 8 ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભગવાનજીભાઈ નાથાભાઈ મકવાણા ને હાજર થવાની નોટિસ બજાવવા ગયા હતા ત્યારે એસઆરપી જવાન ભગવાનજીભાઈ એ પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી પોતાની દીકરીનો હાથ પકડી પોલીસ કોન્સ્ટેબલ તરફ ધક્કો મારી તું મારી દીકરીની છેડતી કરે છે તેવી ખોટી ફરિયાદ ની ધમકી આપી હતી બાદમાં પોલીસ મથકે એસઆરપી જવાન પુત્ર અને પત્ની ને સાથે લઈ દોડી આવ્યા હતા અને પોલીસ મથકમાં જ વાઘાભાઇ ને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા દરમિયાન અન્ય કોન્સ્ટેબલ તેમજ પી.એસ.આઈ બી એલ ઝાલાએ વચ્ચે પડી વાઘાભાઇ ને છોડાવ્યા હતા એટલે થીજ એસ.આર.પી જવાને ન અટકી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની સામે નગ્ન થઈ નીચી માનસિકતા દર્શાવી હતી.