જામનગરના 481માં સ્થાપના દિવસની ઉજવણી

0
386

છોટીકાશી, સૌરાષ્ટ્રનું પેરીસ અને બ્રાસસીટીથી પ્રસિધ્ધ જામનગરનો આજે શ્રાવળ સુદ સાતમના ૪૮૦ વર્ષ પૂર્ણ થઇ ૪૮૧ મો સ્થાપના દિન છે આજથી ૪૮૦ વર્ષ પૂર્વે કચ્છથી ગાડા માર્ગે આવી જામ રાવળ દ્વારા નગરની સ્થાપના કરવામાં આવી હતી.

આજે શ્રાવણ સુદ સાતમ નગરના સ્થાપનાદિન પર આગેવાનો દ્વારા ખાંભીપુજન તેમજ રાજવીઓની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

દરબારગઢ નજીક આવેલા દિલાવર સાયકલ સ્ટોરમાં નગરના સ્થાપના કાળ સમયની ખાંભી આવેલી હોય આજે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સુભાષભાઇ જોષી, દંડક જડીબેન સરવૈયા રાજપુત યુવા સંઘના જિલ્લા પ્રમુખ જગદીશસિંહ જાડેજા, શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર અને રાજપુત અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા, સમુહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતસિંહ જાડેજા, રાજયમંત્રીના પી.એસ.પ્રવિણસિંહ જાડેજા સહિતના આગેવાનોએ ખાંભી પુજન કર્યુ હતું

તેમજ રાજવી જામ રાવલ, જામ રણજીતસિંહજી અને જામ દિગ્વિજયસિંહજી સહિતના રાજવીઓની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. કોરોનાની મહામારીના કારણે સંપૂર્ણ સાદાઇથી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અહેવાલ : સાગર સંઘાણી,જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here