રાજકોટ સિવિલમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો, 9 હજાર આપો તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ, ઉપર સુધી સેટિંગ હોવાનો યુવકને દાવો

0
455
  • એક બેડ માટે 9 હજાર રૂપિયા માગવામાં આવી રહ્યાં હોવાનો વીડિયોમાં ઉલ્લેખ
  • કલેક્ટર રેમ્યા મોહને પૈસા ઉઘરાવતા યુવાન સામે તપાસના આદેશ આપવામાં આવશે

રાજકોટમાં કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. શહેરની એક હોસ્પિટલમાં ખાલી બેડ નથી. ત્યારે દર્દી દાખલ કરવા માટે સગાઓ વલખા મારે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો ચાલુ થયો હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં યુવાન બોલે છે કે 9 હજાર આપો અને તુરંત બેડ સાથે ટ્રીટમેન્ટ ચાલુ થઇ જાશે. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં. યુવાન વીડિયોમાં મારે ઉપર સુધી સેટિંગ હોવાથી રૂપિયા દેવાના હોય છે. વીડિયોમાં યુવાન 9 હજાર રૂપિયા લેતો હોવાના દ્રશ્યો પણ કેદ થયા છે. ઉલ્લખનીય છે કે, સિવિલમાં લોકો એમ્બ્યુલન્સ સાથે 5થી 6 કલાક દાખલ થવા વેઇટિંગમાં ઉભા રહે છે. ત્યારે આ યુવાન 9 હજારમાં અડધી કલાકમાં દર્દીને દાખલ કરી આપે છે.

તપાસના આદેશ આપવામાં આવશે-કલેક્ટર
આ અંગે કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું હતું કે, એક શખ્સ દ્વારા સિવિલમાં બેડની વ્યવસ્થા કરી આપવા માટે દર્દીના સગા પાસેથી 9 હજાર પડાવતો વીડિયો વાઇરલ થયો છે. જેને લઇને તપાસના આદેશ આપવામાં આવશે.

વીડિયોમાં પૈસા ખંખેરતો યુવાન અને દર્દીના સગા વચ્ચે થતી વાતચીત
વીડિયોમાં દર્દીના સગા પાસેથી રૂપિયા ખંખેરતો યુવાન કારમાં બેસી 9 હજારમાં બેડ સાથે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી આપે છે. દર્દીના સગા કહે છે કે, 9 હજાર નહીં પણ અમારી ઇચ્છા છે કે 5 હજારમાં કરી દે. પરંતુ યુવાન કહે છે કે મારે પણ ઉપર સુધી રૂપિયા પહોચાડવાના હોય છે. દર્દીના સગા કહે છે કે, જુનાગઢથી પણ એક દર્દીને અહીં દાખલ કરવાના છે. આથી બે દર્દીને દાખલ કરવામાં કેટલા લઇશ. યુવાન કહે છે કે 8 હજાર આપજો. યુવાનને ફોન આવે છે અને સામેવાળા વ્યક્તિને કહે છે કે, ભાઇ તમે 9 હજાર આપો એટલે અડધી કલાકમાં દર્દીને દાખલ કરી દઉં. 9 હજારથી એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં.

કારમાં બેસી દર્દીના સગા સાથે સેટિંગ કરે છે.

કારમાં બેસી દર્દીના સગા સાથે સેટિંગ કરે છે.

સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સની લાંબી લાઇન જોઇ ઘણા દર્દીઓ દાખલ થવા માગતા નથી
હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇન જોઇ ઘણા દર્દીઓ દાખલ થવા માગતા નથી. કારણ કે એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર કરવી પડી રહી છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમા અમુક લોકો એવા છે જેમને નવ હજાર રુપિયા આપવામાં આવે તો ન એમ્બ્યુલન્સમાં ટ્રીટમેન્ટ, ન લાઈનમા દર્દીને રહેવાની ઝંઝટ. તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમારી સારવાર શરુ થઈ જાય છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર બેદરકારીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કૌભાંડ તો નથીને તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે.

કોરોનાની મહામારીમાં લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તડપી રહ્યાં છે
કોરોનાની મહામારીમાં લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તડપી રહ્યાં છે. ત્યારે બસ એક ફોન નવ હજાર રુપિયા આપો એટલે બેડ ખાલી થઈ જાય છે, લોકોની મજબૂરીનો ફાયદો કેવી રીતે ઉઠાવી રહ્યાં છે આ શખ્સો, નવ હજાર દેતા જ કેમ તુરંત બેડ અને સારવાર મળી જાય છે, કોને કોને પહોંચે છે રુપિયા, જો રુપિયા દેતા બેડ મળી જતો હોય તો એનો મતલબ એવો થયો કે હોસ્પિટલમાં બેડ ખાલી હોય છે. છતાં દર્દીઓને દાખલ નથી કરવામાં આવી રહ્યા? આવા અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે.

ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ધામા નાખી યુવાન ફોનમાં દર્દીઓ સાથે વાત કરી સેટિંગ કરી આપે છે.

ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં ધામા નાખી યુવાન ફોનમાં દર્દીઓ સાથે વાત કરી સેટિંગ કરી આપે છે.

દર બે મિનિટે એક કેસ જ્યારે દર બે કલાકે 5 દર્દીનાં મોત થયા છે
રાજકોટમાં કોરોના વાયરસે ફરી માથું ઊંચક્યું છે અને નવો રેકોર્ડ સર્જ્યો છે. મંગળવારે શહેરમાં 764 અને ગ્રામ્ય વિસ્તારમાં 86 સહિત કુલ 850 નવા કેસ સામે આવ્યા હતા. મંગળવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 66 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. 850 નવા કેસ અને 66 મોત એટલે રાજકોટમાં દર બે મિનિટે એક કેસ જ્યારે દર બે કલાકે 5 દર્દીનાં મોત થયા છે. હાલની સ્થિતિએ સક્રિય દર્દીઓની સંખ્યા 5617 છે, જ્યારે રાજકોટમાં બેડની કુલ સંખ્યા 3500 માંડ થાય છે. સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં એક પણ બેડ માટે જગ્યા ખાલી રહી નથી તેથી દર્દીઓની લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં લાગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here