ગીર-સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં ૯ જગ્યા પર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટીંગ માટેના સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જ્યા લોકોના વિના મુલ્યે કોરોના ટેસ્ટીંગ કરી આપવામાં આવે છે.

વેરાવળ શહેરમાં હાલ હરસિધ્ધી સોસાયટી અર્બન હેલ્થ સેન્ટર, ભીડીયા અર્બન હેલ્થ સેન્ટર, બંદર રોડ, અર્બન હેલ્થ સેન્ટર, સ્પોર્ટસ કોમ્પલેક્ષ ૮૦ ફુટ રોડ, બસ સ્ટેશન, ઓકશન હોલ ભીડીયા, કાશી વિશ્વનાથ, સિવિલ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રભાસ-પાટણ કોરોના ટેસ્ટીંગ માટેના સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જ્યા સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી વિના મુલ્યે કોરોના ટેસ્ટીંગ કરી રીપોર્ટ આપવામાં આવશે. જિલ્લાભરમાં આરોગ્ય વિભાગ દ્વારા એક દીવસમાં ૨૦૦૦ થી વધુ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ