અરવલ્લી : ૫૦ થી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ કોવિડ 19 મુજબ દાખલ થશે ગુનો સાઠંબા પોલીસ..

0
348

અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર એન સી ચૌહાણે એક જાહેર અપીલ કરી જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસનુ સંક્રમણ ચાલતું હોય કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. રાજ્ય સરકારે લગ્ન પ્રસંગ તેમજ મરણ મરણ પ્રસંગે કે બીજા કોઈ અન્ય પ્રસંગમાં એક જ સ્થળે ૫૦ થી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. તેમજ આવાં કોઈ પ્રસંગો દરમિયાન રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ 19 ની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા બાબતે તમામ નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવે છે. તેમજ કોઈ પણ પ્રસંગે 50 કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થયેલા જણાશે તો સાઠંબા પોલીસ દ્વારા કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here