જામનગર દર વર્ષે રામનવમીના રોજ જામનગર ખાતે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ દ્વારા સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના મહામારીને ધ્યાને લેતા ગઈકાલે રામનવમીના પર્વે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી પ્રેરક ઉપસ્થિતિમાં માત્ર ચાર વ્યક્તિઓ દ્વારા પ્રતીક રૂપે એક ગાડીમાં શોભાયાત્રા સંપન્ન કરી દર વર્ષની પરંપરાની જાળવણી કરવામાં આવી હતી.

આ સંપૂર્ણ શોભાયાત્રા દરમિયાન કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા,શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા,મંત્રી મેરામણભાઈ ભાટુ તથા સમિતિના પ્રમુખ રાજુભાઈ, સંજયભાઈ જાની વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર