ગોંડલ : મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા “માનવતાનો સાદ” માત્ર છ કલાકમાં 13 લાખ જેવી માતબર રકમ એકઠી કરી ઓક્સિજનના 200 બાટલા ખરીદ કરી ગણતરીની મિનિટોમાં જ વિતરણ કરાયું

0
345

ગોંડલના મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા “માનવતાનો સાદ” કરાતા માત્ર છ કલાકમાં રૂપિયા તેર લાખ જેવી માતબર રકમ એકઠી થઇ તાબડતોબ ઓક્સિજનના 200 બાટલા ખરીદ કરવામાં આવ્યા અને ગણતરીની મિનિટોમાં જ વિતરણ થઈ ગયા

ગોંડલ શહેર નું મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ છેલ્લા 21 વર્ષ થી એમ્બ્યુલન્સ, મેડિકલ સાધનો, ઓક્સિજન, સ્મશાન ગૃહ થી લઈ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હોય વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનના બાટલા ની તીવ્ર અછત હોય ટ્રસ્ટ દ્વારા માનવતાનો સાદ કરાતા માત્ર છ કલાકમાં રૂપિયા ૧૩ લાખ જેવી માતબર રકમ એકઠી થઇ જવા પામી હતી અને તાબડતોબ ઓક્સિજન સિલિન્ડર ખરીદ કરી જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ કરાયા હતા.

મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ એક અનોખા સદસ્યોનું ટ્રસ્ટ છે જેમાં સર્વે પ્રમુખ અને સર્વે સદસ્યો છે એમ્બ્યુલન્સ, શાંતિ રથ અને સ્મશાનની સેવા આપતા છે. વર્તમાન સમયે ઓક્સિજનના વધુ ને વધુ બાટલા ની જરૂરિયાત હોય સત્તા દ્વારા માનવતાનો સાદ કરાતા માત્ર છ કલાકમાં જ તેર લાખ રૂપિયા જેવી માતબર રકમ એકઠી થઈ જતા ગાંધીધામ કચ્છ થી 10 કિલો ની સાઈઝ ના 200 બાટલા ખરીદ કરવામાં આવ્યા હતા જે બાટલા આજરોજ ગોંડલ આવી જતા ગણતરીની કલાકોમાં જ વિતરણ કરી આપવામાં આવ્યા હતા.

આ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે જરૂરિયાતો હોય કેટલો સમય જ ઓક્સિજન નો બાટલો તમારી પાસે રાખો બાદમાં તુરંત જ ટ્રસ્ટને બાટલો ફરીથી જમા કરાવો જેથી કરીને અન્ય દર્દીઓ પણ તેનો લાભ લઇ શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here