ગોંડલ બે દિવસ પહેલા ખાનગી હોસ્પિટલોમાં આગેવાનોએ મારીમચડીને ઓક્સિજન પૂરો કર્યા બાદ 24 કલાક જેવો સમય વીતવા છતાં પણ સરકારી તંત્ર પાસે હોવા છતાં પણ ફરી ઓક્સિજન પૂરો ના પાડી શકતા હાલ હોસ્પિટલમાં દર્દીઓ ના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે

ગોંડલ શહેરની ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ શ્રીજી હોસ્પિટલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ અનેક અમૃતકુંભ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો માત્ર અડધી કલાક ચાલે તેટલો જ હોય દર્દી અને તેના સગા વ્હાલાઓને જીવ તાળવે ચોંટી જવા પામ્યો છે સરકારી તંત્ર વામણું સાબિત થયું હોય જવાબદાર અધિકારીઓએ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યા છે

મોડી રાત સુધી આગેવાનોએ દોડધામ કરી બે દિવસ પહેલા ૨૪ કલાક ચાલે તેટલો ઓક્સિજન પૂરો પાડયો હતો ગતરાત્રીના પણ આવા જ પ્રયત્નો હાથ ધર્યા હતા સરકાર પાસે 24 કલાકનો સમય હોવા છતાં પણ આજે ઓક્સિજન પૂરો ન પડ્યો હોય દર્દીઓ ના જીવ જોખમમાં મુકાયા છે સૂત્રોના જણાવ્યા મુજબ એક હોસ્પિટલમાં તો ઓક્સિજન હોવાના કારણે દર્દીનું મોત નિપજ્યું છે