અરવલ્લી: જમીનનો ખોટો દસ્તાવેજ કરી દેનારા બાયડ ના સબ રજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસની માંગ

0
576

inbox= ખેડૂતે ન્યાય માટે સંવેદનશીલ સરકારના દ્વાર ખખડાવ્યા સબરજીસ્ટ્રારે તોડ બાજી કરી હોવાનો અરજીમાં આક્ષેપ

અરવલ્લી જિલ્લાના બાયડ મામલતદાર ના સબરજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસ થાય તે માટે બોરમઠ ગામના ખેડૂતે મુખ્ય મંત્રી અને મહેસૂલમંત્રી સુધી અરજી કરી છે.અરજી માં જણાવ્યા પ્રમાણે બાયડ મામલતદાર કચેરી ખાતે સબરજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ જશુભાઈ ચૌધરી એ રૂપિયાનો મોટો તોડ કરી ને ગેરરીતિ આચરી ગેરકાયદેસર રીતે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે .

બાયડ તાલુકાના વારેણા – બોરટીંબા ગામની સીમમાં આવેલા રેવન્યુ સર્વે નંબર ૪૦૨ અને ૪૦૩ સર્વે નંબરની જમીનો ની પાવર ઓફ એટર્ની જયરામભાઈ કરમશી ભાઈ ને ૨૪/૧૦/૨૦૧૭ ના રોજ પાવર ઓફ એટર્ની લખી આપેલ હતી. જોકે તે બાદ શરતો નું પાલન ન થતાં પાવર ઓફ એટર્ની રદ બાતલ થઈ હતી અને જમીન પર બેન્ક ઓફ બાયડ શાખાની ખેતી વિષયક લોન હોવા છતા ગેરરીતિ આચરી જમીન વેચાણનો દસ્તાવેજ કરી દેવાતા ખેડૂતે ન્યાય માટે સંવેદનશીલ સરકારના દ્વાર ખખડાવ્યા.એક તરફ સરકાર દ્વારા જમીન માફિયાઓ સામે ગાળિયો કસવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ બહાર પાડી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે બીજી તરફ સરકારી બાબુઓ રૂપિયાની લાલચમાં ગેરરીતિ આચરી ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે ત્યારે આવા રૂપિયા લાલચુ અધિકારીઓ સામે સરકાર કડક પગલાં ભરી અને એસીબી સહિતના પોલીસ મથકોમાં ફરિયાદ દાખલ થાય તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here