- સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના 26 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે
- સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે, આંક 2392
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 12526 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ મૃત્યુઆંક 553 થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી 190 અને જિલ્લાના 102 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8382 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
સિવિલમાં અને સ્મીમેરમાં કોરોનાના 656 દર્દી ગંભીર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 548 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 464 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 14-વેન્ટિલેટર, 53-બાઈપેપ અને 397 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 207 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી158 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12-વેન્ટિલેટર, 24-બાઈપેપ અને 158 દર્દીઓ ઓક્સિજન પર છે.