દિલ્હીની ગંગારામ હોસ્પીટલમાં ઓકસીજનના અભાવે 25 દર્દીઓના મોત

0
308

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. હોસ્પીટલ બેડથી લઈ ઓકસીજન અને સ્મશાનની વ્યવસ્થા પણ ભાંગી પડી છે. તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે દિલ્હીની સર ગંગારામ હોસ્પીટલમાં ઓકસીજનનો પુરવઠો નહી પહોંચતા આઈસીયુ, વેન્ટીલેટર, ઓકસીજન પર રખાયેલા 25 કોવિડ દર્દીઓના તરફડીને મૃત્યુ પામ્યા હતા. હજુ 60ના જીવન પર જોખમ છે.

દેશભરમાં કેન્દ્ર અને રાજય સરકારોની ગેરવ્યવસ્થાના કારણે ઓકસીજનની ભારે તંગી છે.

દેશભરની હોસ્પીટલમાં સતાવાળાઓને કલાક-કલાકનો ઓકસીજન હોવાનું એલર્ટ આપી રહ્યા છે તે સમયે પાટનગરની પ્રતિષ્ઠિત સર ગંગારામ હોસ્પીટલએ પણ દિલ્હી સરકારને તાત્કાલીક ઓકસીજન પુરવઠો આપવા માટે એલર્ટ કરીને તેની પાસે ફકત પાંચ જ કલાકોનો પુરવઠો હોવાનું તાકીદ કરી હતી પણ દિલ્હીમાં ફકત સર ગંગારામ જ નહી એકસ સહિતની તમામ ખાનગી અને સરકારી હોસ્પીટલોમાંઓકસીજનની તંગી હોવાનું અને દિલ્હી સરકાર કેન્દ્રને વિનંતી કરી રહી હતી અને ગંગારામ હોસ્પીટલને પુરતો ઓકસીજન નહી પહોચતા 24 ક્લાકમાં 25 દર્દીઓ ધીમે ધીમે તરફહીને મોતને ભેટયા હતા અને તબીબો કંઈ કરી શકયા ન હતા. આ સ્થિતિ બાદ પણ હોસ્પીટલમાં બે કલાકનો જ ઓકસીજનનો જથ્થો હોવાનું જાહેર થયું હતું અને ઓકસીજન પ્રેસર ઘટતા વેન્ટીલેટર અને અન્ય જીવન રક્ષક મેડીકલ ઈકવીપમેન્ટ પુરી ક્ષમતાથી કામ કરતા ન હતા અને વધુ 60 દર્દીઓના જીવન જોખમમાં હોવાનું જાહેર થયું છે.

હોસ્પીટલના મેડીકલ ડિરેકટરના જણાવ્યા મુજબ ઈમરજન્સી વિભાગમાં હવે અન્ય રીતે વેન્ટીલેટરને ચાલુ કરી દર્દીઓને રાહત આપવાનો પ્રવાસ થઈ રહ્યો છે. હવે ટોચની હોસ્પીટલોએ આઈસીયુ બેડ ખાલી હોવા છતાં પણ ફકત ઓકસીજન પુરવઠાની ગેરેન્ટી નહી હોવાથી નવા દર્દીઓને દાખલ નહી કરવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here