ઉપલેટા મોજ નદી પર 2 વષૅ પહેલા લાખોના ખર્ચે બનેલ કોઝવે પાણીમાં ગરકાવ

0
627

સ્થાનિકોએ તંત્ર દ્વારા ભ્રષ્ટચાર થયો હોવાનો કર્યો આરોપ

ઉપલેટા થી ભૂતનાથ મહાદેવ મંદિર તરફ જતા મોજ નદી ઉપર બે વષૅ પહેલા નગર પાલિકા દ્વારા લાખોના ખર્ચે કોઝવે બનાવવામાં આવ્યો હતો ગયા વર્ષે ચોમાસામાં ઓછા વરસાદના હિસાબે પાણીનો મારો ઓછો હતો પણ આ ચોમાસાની સીઝનમાં પહેલાજ વરસાદમાં મોજ ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવતા લાખોના ખર્ચે બનાવેલ પુલ જમીનદોસ્ત થઈ જવા પામ્યો હતો આ રોડ જૂનો ચીખલીયા રોડ તરીકે પણ પ્રખ્યાત છે હાલ અહીંયાંથી દોઢસો થી પણ વધુ ખેડૂતો તેઓના ખેતરે અવર જવર કરી રહ્યા છે તેમજ ત્યાં જ નજીકમાં આવેલ ભૂતળાદાદા નું મંદિર પણ આવેલ છે જ્યાં વાર તહેવારે શ્રદ્ધાળુઓ આવે છે સ્થાનિક લોકોના કહ્યા પ્રમાણે આ કોઝવે નગર પાલિકા તરફથી અંદાજે વીસેક લાખ રૂપિયા માં બનાવેલ હોવાનું કહેવામાં આવ્યું છે પણ રસ્તાની હાલત જોઈ અને ખેડૂતોનું કહેવું છે કે આ કામમાં ઘોર ભ્રષ્ટચાર થયું હોવાનું નજરે પડી રહ્યું છે સિમેન્ટ તથા ખિલાસરી ખુબજ નબળી કક્ષાના વાપરી પુલ બનાવી મોટા પ્રમાણમાં ભ્રષ્ટચાર કર્યો હોવાનું ખેડૂતો દ્વારા આક્રોશ થવા પામ્યો છે.

અહેવાલ :- કાનભાઈ સુવા ,ઉપલેટા