ગોંડલ પોલીસે 2 મહીલા અને 5 પુરૂષ સહિત 7 શકુનીઓને જુગાર રમતા ઝડપ્યા

0
330

ગોંડલ સિટી પોલીસ મથકના I/c પો.ઇન્સ કે.એન.રામાનુજના માર્ગદર્શન હેઠળ PSI વી.કે.ગોલવલકર તથા ડી.પી.ઝાલા સાથે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા ગોંડલ ના.પો.અધી.કચેરી સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ના.પો.અધી ગોંડલ પી.એ.ઝાલા સાહેબને મળેલ ખાનગી રાહે હકીકત આધારે ગોંડલ આશાપુરા ફાટક પાસે અને રૈયારાજ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે દરોડો પાડી જુગાર રમતા કુલ 7 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં મુકેશભાઇ ગોંવીદભાઇ વાળા, રહે. આશાપુરા ફાટક પાસે રૈયારાજ સોસાયટી, દિલીપભાઇ ગોવાભાઇ બોરીચા, બીલીયાળા, કિશોરભાઇ ધીરુભાઇ મકવાણા, આશાપુરા ચોકડી પાસે અજમેરા નગર, પોલાભાઇ ડાયાભાઇ ખિમસુરીયા, રહે.મોટા મહીકા, દિવ્યેશભાઇ કાનજીભાઇ જાદવ રહે. ભગવતપરા, જ્યોતીબેન ગૌતમભાઇ બારીયા, આશપુરા ચોકડી રૈયારાજ સોસાયટી, વિલાસબેન ભીખુભાઇ દુધેરા, આશપુરા ચોકડી રૈયારાજ સોસાયટી ગોંડલ સહિતનાઓ પાસેથી રોકડ રૂ.21,300નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.