ઉપલેટામાં આજે ખેડૂત નેતા સ્વ. વિઠલભાઈ રાદડીયાની પૂણ્ય સ્મૃતિમાં રક્તદાન કેમ્પ

0
303
સહકારી પરિવાર આરડીસી બેંક કર્મચારી પરિવાર શ્રધ્ધાસુમન અર્પણ કરશે

આવતીકાલે આરડીસી બેન્કના તત્કાલિન ચેરમેન અને પૂર્વ સાંસદ વિઠલભાઈ રાદડીયાની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે રાજકોટ ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્ક લી. કર્મચારી ચેરીટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા સહકારી પરિવાર દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતા રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્ક લી. કર્મચારી ચેરીટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા સહકારી પરિવારના વૃજલાલ સખીયાએ જણાવ્યું કે, આવતીકાલે સવારે ૮ વાગ્યા થી બપોરના ૨ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ શહિદ અર્જૂન રોડ ખાતે આર.ડી.સી. બેન્કના પૂર્વ ચેરમેન અને પોરબંદર મત વિસ્તારના પૂર્વ સાંસદ એવા વિઠલભાઈ રાદડીયા તેમજ બોર્ડ ઓફ ડિરેકટરે અથાગ પ્રયત્ન તેમજ આરડીસી બેન્કના ડિરેકટર કર્મચારીની તનતોડ મહેનતથી આજની ગળાકાપ હરિફાઈના સમયમાં પણ બેન્ક ઉત્તરોતર વિકાસના માર્ગમાં અગ્રેસર રહી છે.

દેશમાં સહકારી ક્ષેત્રમાં એક નમુનારૂપ આદર્શ સ્થાને પહોંચાડવામાં સહકારી ક્ષેત્રના ભિષ્મ પિતામહ વિઠલભાઈ રાદડીયાનું અમુલ્ય માર્ગદર્શન રહ્યું છે. ત્યારે આવા વીર સપુતને શ્રધ્ધાંજલી આપવા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.

આપણો સહકારી પરિવાર ખેડૂત મિત્રો તથા તમામ લોકોને નિયમીત રક્તદાન કરતા લોકોએ રક્તદાન કરી ખેડૂતના અડિખમ રાહબર વિઠલભાઈ રાદડીયાની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે શ્રધ્ધાસુમન અર્પણ કરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપલેટા આરડીસી બેન્ક કર્મચારી પરિવાર તથા સહકારી પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.

ઉપલેટામાં વિઠલભાઈ રાદડીયા માર્ગ જાહેર કરવા જયશ્રીબેનની માંગ
ગો.વા.વિઠલભાઈ રાદડીયાની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે ઉપલેટા વિસ્તારમાં વિઠલભાઈનું યોગદાન અમુલ્ય છે. ત્યારે નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન જયશ્રીબેન સોજીત્રાએ ગો.વા.વિઠલભાઈની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે પોરબંદર રોડથી મંડપ રોડને વિઠલભાઈ રાદડીયા નામ આપવા માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here