કોરોના સંકટમાં નક્સલવાદીઓ સક્રિય, બોમ્બથી ઉડાવી દીધો રેલ્વે ટ્રેક

0
287

સમગ્ર દેશમાં કોરોનાએ પોતાનો કેર વરસાવ્યો છે. આ કપરા સમયે નક્સલવાદીઓએ રવિવારે મોડી રાત્રે લોટપહાડ સોનુવા વચ્ચે હાવડા-મુંબઇ મુખ્ય રેલ્વે રૂટ ઉપર વિસ્ફોટ કરી રેલ્વે ટ્રેકને ઉડાવી દીધો હતો. નક્સલવાદીઓએ 26 એપ્રિલે ભારત બંધનું એલાન આપ્યું છે, એવું માનવામાં આવે છે કે નક્સલવાદીઓએ તેને ધ્યાનમાં લેતા આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ વિસ્ફોટથી રેલવે ટ્રેકને લગભગ 1 મીટર જેટલું નુકસાન થયું છે, નક્સલવાદીઓએ પણ આ ઘટનાને અંજામ આપ્યા બાદ રેલવે ટ્રેક પર એક પોસ્ટર બેનર મૂકી દીધું છે. આ ઘટના રાત્રે અઢી વાગ્યેની છે. જો કે પોલીસ અને સેનાની તાકીદને કારણે ઝારખંડમાં મોટો અકસ્માત ટળી ગયો હતો. જણાવી દઇએ કે, ગઈકાલે રાત્રે અઢી વાગ્યા દરમિયાન નક્સલીઓએ સોનુઆ અને ચક્રધરપુર વચ્ચે રેલ્વે ટ્રેક ઉડાવી દીધો હતો. પોલીસ અને સૈન્યની તાકીદને કારણે આ ઘટના સમયસર જાણમાં આવી હતી, જો સમયસર જાણ ન થઇ હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. નક્સલવાદીઓ ટ્રેનને ક્રેશ કરવા માંગતા હતા.

 હાવડા-પુણે એક્સપ્રેસ, ટાટા-એલ્લેપી એક્સપ્રેસ, હાવડા-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ એક્સપ્રેસ સહિત અનેક મુસાફરોની ટ્રેનો અને માલગાડીઓને વિવિધ સ્થળોએ રોકી દેવામાં આવી છે. સવારથી રેલ્વે ટ્રેકનાં સમારકામનું કામ ચાલી રહ્યુ છે. આ અંગે માહિતી આપતાં ચાઇબાસા એસપીએ જણાવ્યું હતું કે, નક્સલવાદીઓએ સોનુઆ અને ચક્રધરપુર વચ્ચે રેલ્વે ટ્રેક ઉડાવી દીધો હતો. સમયસર તેના વિશે જાણ થઇ હતી. હવે જિલ્લા પોલીસ, બોમ્બ નિકાલની ટુકડી, આરપીએફ અને રેલ્વે દ્વારા સંયુક્ત રીતે ટ્રેક જોડવામાં આવ્યો છે અને અન્ય ટ્રેક ઉપર ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here