શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતા સાંસદ સી.આર.પાટીલ

0
360

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત ૧૫૦ જેટલા  નાગરિકોએ રક્તદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું

કોરોના મહામારીમાં રક્તની માંગને પહોંચી વળવા ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે આ તકે રક્તદાતાઓનું મનોબળ વધાર્યું હતું અને આવા કપરા સમયમાં સમાજને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર શ્રીમતી બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, અગ્રણી ભીખુભાઇ દલસાણીયા,  સ્ટેંડિંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, મંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મંત્રી મેરામણભાઈ ભાટુ, મહામંત્રી વી.બી.જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખધરમશીભાઇ ચનીયારા,રાજપૂત સમાજના પ્રમુખ પી.એ.જાડેજા વગેરે જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહા રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.જેને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ સાંપડયો હતો.બપોર સુધીમાં જ ૧૫૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાની સામાજિક ફરજો અદા કરી હતી.
                                           
અહેવાલ:- સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here