રાજ્યમાં કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે BJPના આ ધારાસભ્યએ CMને પત્ર લખી લોકડાઉનની કરી માંગ

0
392

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે.  વડોદરા જિલ્લામાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે ત્યારે ભાજપના જ ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખીને લોકડાઉનની માંગ કરી છે. OSD ડોક્ટર વિનોદ રાવના પરિપત્રથી ધારાસભ્ય કેનત ઇનામદારે નારાજગી વ્યક્ત કરી છે.

ધારાસભ્ય કેતન ઇનામદારે પત્રમાં લખ્યું છે કે, હાલ VMC દ્વારા જણાવવામાં આવેલ છે કે જે ઓકિસજનનો જથ્થો શહેર તથા ગ્રામ્યની હોસ્પિટલોને આપવામાં આવતો હતો. તે હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચી શહેરની અમુક હોસ્પિટલો તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને જથ્થો આપવાનો બંધ કરેલ છે. તથા હોસ્પિટલોમાં બેડ પણ ઓછા કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાવલી/ડેસર ખાતે ઓકિસજન બેડ તૈયાર કરેલ છે. તથા બીજી તૈયારી હાલ ચાલું છે તેનું શું ? અને પહેલાથી જ ઓકિસજન ગ્રામ્ય વિસ્તારમાં ઓછો આપવામાં આવતો હતો. જો જથ્થો બંધ થશે તો દર્દીઓનું શું ? આ બાબતે મારો સખત વિરોધ નોધાવું છું.

સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લોકડાઉનની માંગ કરી છે. કેતન ઈનામદારે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણનો ધીરેધીરે પગપેસારો થઈ રહ્યો છે અને ગયા વર્ષે કોરોનાના કારણે જે સામાજિક પ્રસંગો થઈ શક્યા ન હતા. તે પ્રસંગો હાલના ખુબ જ વધી રહ્યા છે અને લોકોની અવર જવર પણ ખુબ જ વધી રહી છે. જેના કારણે સંક્રમણનો ભય રહે છે. જેથી લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઈ નિર્ણય લેવો જરૂરી છે.  જેથી કોરોના મહામારીની ચેઈન તોડી શકાય. સાથે જ ઓક્સિજનનો પૂરતો જથ્થો મળે તેવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here