સૌપ્રથમવાર હનુમાનજયંતીએ જુઓ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના રૂ. 6.50 કરોડના સુવર્ણ અને હીરાજડિત વાઘાનો મેકિંગ વીડિયો

0
492

હનુમાનજયંતીના પાવન પર્વે સાળંગપુર ધામ મઘમઘી રહ્યું છે. આ અવસરે દિવ્ય ભાસ્કર તમને કષ્ટભંજનદાદાના સુવર્ણ અને હીરાજડિત વાઘાનાં દર્શન કરાવે છે. દાદાના આ વાઘા કેવી રીતે તૈયાર થયા એનો એક્સક્લૂઝિવ મેકિંગ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો છે. કષ્ટભંજન દેવના આ વાઘાની કુલ કિંમત રૂપિયા 6.50 કરોડ છે. આ વાઘામાં 8 કિલો સોનાનો ઉપયોગ થયો છે. આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે. આ ઉપરાંત કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું છે. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.

દાદાના મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાડવામાં આવ્યા છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. આ સુવર્ણ અને હીરાજડિત વાઘામાં અર્વાચીન અને પ્રાચીન સુવર્ણકળાનું કોમ્બિનેશ જોવા મળે છે, જેમાં રિયલ ડાયમંડ અને એમરલ્ડ સ્ટોનની સાથે રિયલ રુબી પણ જડવામાં આવ્યું છે. આ ઉપરાંત થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને સોરોસ્કી પણ જડેલું છે. આ મહામૂલા વાઘામાં એન્ટિક વર્કની સાથેસાથે રિયલ મોતી પણ લગાડવામાં આવ્યા છે.

આ વાઘા બનાવવાનું કામ વિવેકસાગર સ્વામીની દેખરેખમાં હેઠળ થયું છે. આ માટે ઘણીબધી ડિઝાઇન બનાવીને તપાસવામાં આવી હતી. સમયાંતરે સંતોના માર્ગદર્શનથી આ ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે દાદાના આ સુવર્ણજડિત વાઘા કેશપ્રસાદ સહિત મહંત વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here