લોકડાઉન બાદ ફરીથી હસ્તકળા અને સ્થાનિક ધંધાને વેગ મળશે
લાખોંદ. કોરોના મહામારી વચ્ચે લોકો હવે બહાર હરવા-ફરવા જઈને ફ્રેશ થવાનું વિચારી રહ્યા છે,ત્યારે રાજ્ય અને દેશભરના પ્રવાસીઓ માટે કચ્છના સફેદ રણમાં ઉજવાતો પ્રખ્યાત રણઉત્સવ 10 નવેમ્બરથી ચાલુ કરી દેવા ખાનગી કંપનીએ તૈયારી આદરી દીધી છે,બીજી બાજુ સરકાર હજુ આ મુદ્દે વિચારણમાં છે.
રણોત્સવનું આયોજન હજુ ટેન્ટેટિવ છે
ગતવર્ષે 50,000 પ્રવાસીઓથી ધમધમેલો રણોત્સવ કોરોના વચ્ચે થોડો-ઘણો સૂનો રહે તો પણ નવાઈ નહીં. ‘ભાસ્કર’થી વાત કરતા રણોત્સવના આયોજક લલ્લુજી એન્ડ સન્સના પાર્ટનર નિખિલ અગ્રવાલે જણાવ્યું કે,10 નવેમ્બરથી કચ્છના સફેદરણમાં રણોત્સવ ચાલુ થઇ જશે.14 નવેમ્બરના ફૂલમૂન છે,તેનું વિશેષ પ્લાનિંગ કરાઈ રહ્યું છે.કોરોનથી શું અસર પડશે ? આ મુદ્દે તેમણે એમ પણ કહ્યું કે,પ્રવાસીઓમાં ચોક્કસ ઘટાડો થશે. જો કે અમે ટેન્ટ તો 350 જ તૈયાર કરીશું.પીક અપથી ડ્રોપ અને સાઈટ સીઇંગ સુધી દરેક બાબતમાં સોશ્યલ ડિસ્ટન્સથી લઇને માસ્ક અને સૅનેટાઇઝર સહિતના મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવશે.આ વર્ષે ડાઇનિંગ હોલ મોટો બનાવશે,જથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે. ખાનગી કંપની આટલી તૈયારી કરી ચૂકી છે,તે વચ્ચે પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે,રણોત્સવનું આયોજન હજુ ટેન્ટેટિવ છે. એ બાબત સૂચક છે.કારણ કે,જો કોઈ કિસ્સામાં રણોત્સવ રદ પણ થાય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી શરુ કરાયેલો આ ઉત્સવનો વિક્ષેપ પણ પહેલીવાર પડશે.
રણોત્સવ હજુ વિચારણા હેઠળ છે : પ્રવાસન મંત્રી
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ ‘ભાસ્કર’થી વાત કરતા સ્પષ્ટ કહ્યું કે,આ મુદ્દો હજુ ટેન્ટેટિવ છે.કઈ કંફર્મ નથી.સરકારે હજુ નક્કી નથી કર્યું કે રણોત્સવ કરવાનો છે કેમ?.
95% ટ્રાવેલ્સનો વ્યવસાય દોડતો થશે
ટ્રાવેલ્સના વ્યવસાયથી સંકળાયેલા ચંદ્રેશ ગુંસાઈએ જણાવ્યું કે,ફરીથી કચ્છનો 95% ટ્રાવેલ્સ વ્યવસાય ધમધમી ઉઠશે.કારણ કે,લોકડાઉનમાં માત્ર હાલ અમદાવાદ સુધીના જ ટ્રાવેલ્સના ઓર્ડર મળે છે.રણોત્સવ ચાલુ થતા જ જે વ્યવસાય ફરીથી દોડતો થઇ જશે અને બંધ પડેલો 95% જેટલો વ્યવસાય પાટે ચડશે.જેથી સ્થાનિકોને રોજગારી મળશે
પ્રવાસીના આગમનથી લઈને જવા સુધી સૅનિટાઇઝેશન
પ્રવાસીનાં આગમનથી લઈને જવા સુધી રણોત્સવમાં સૅનેટાઇઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે,ખાસ કરીને સમાન અને ટેન્ટને સતત સૅનેટાઇઝ કરતા રહેશે.આ ઉપરાંત બસને પણ સૅનેટાઇઝ કરી તેમે સોશ્યલ ડિસ્ટન્સ માર્કિંગ દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. સ્વાભાવિક બાબત છે,ભુજથો ધોરડો પીકઅપ અને ડ્રોપ સુધી વિવિધ વિસ્તારના પ્રવાસીઓ અને વિદેશી પ્રવાસીઓ પણ એકસાથે જ આ બસમાં પ્રવાસ ખેડતા હોય છે.
2018-19માં દુકાળ અને 19-20 માં વરસાદ નડ્યો હતો
રણોત્સવના આયોજન ને છેલ્લા બે વર્ષથી કંઈકને કઈંક નદી રહ્યું છે. વર્ષ 2018-19માં દુકાળ હતો,જેથી પાણીની સમસ્યા સર્જાઈ હતી. જે 2019-20માં વરસાદ હતો જેથી નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી રણમાં પાણી ભરાયેલા હતા.જેથી પ્રવાસીઓની કેટલીક મજા પણ બગડી હતી.2020-21 ના રણોત્સવને કોરોનનો સામનો કરવો પડશે.
પ્રવાસીને આકર્ષવા પેકેજમાં 15-20% જેટલો ઘટાડો કરાશે
NRG અને NRI પ્રવાસીઓ ચોક્કસ કોરોનના કારણે ઘટશે જો કે સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવા અને વધુ પ્રવાસીઓ લાભ લઇ શકે તે માટે રણોત્સવના પેકેજમાં કંપની 15-20% જેટલો ઘટાડો કરશે.