ગોંડલના અક્ષય ભારતીય મિત્ર મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે કોરોના ની આ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇ અનિલભાઈ ગજેરા, મૌલિકભાઈ ચાવડા, પુનિતભાઈ ચૌહાણ, રોહિત ભાઈ ચુડાસમા તેમજ સુમિતભાઈ રાદડિયા સહિતના ઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ કોરોના ના દર્દીઓ તેમજ હોમ થયેલા દર્દીઓને બપોરે અને રાત્રે નિશુલ્ક ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ ટિફિનમાં બપોરે બે શાક, દાળ-ભાત સલાડ, છાશ અને રોટલીનો સમાવેશ કરાયો છે જયારે રાત્રીના કઢી, ખીચડી, એક શાક તેમજ સલાડ પીરસવામાં આવી રહ્યું છે. રોજિંદા રૂપિયા 15000 હજારનો ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં મેડિકલ સ્ટાફ માટે પણ ટિફિન સેવા શરૂ કરવા આયોજન કરવામાં આવનાર છે, ટિફિન મેળવવા ઇચ્છુક દર્દીઓએ મોબાઇલ નંબર 98795 26592 ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમજ મહામારીને ધ્યાને રાખી મિત્ર મંડળ દ્વારા ડિસ્પોઝેબલ ડીશ, છાશ ની બોટલ આપવામાં આવી રહ્યા છે, ડીશ પેકેજીંગ ખર્ચ પણ રૂપિયા 8 થી 10 જેવો લાગી રહ્યો છે.