ચાની ચૂસકી લો અને કોરોના ભગાવો…

0
350

ચામા એવા કેમિકલ હોય છે જે કોરોનાવાઈરસને અટકાવવામાં HIVની દવા કરતા વધારે અસરકારક હોઈ શકે છે.વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટર આધારિત મોડેલોનો ઉપયોગ કરીને જૈવિક રીતે સક્રિય 65 રસાયણો અથવા પોલિફેનોલ્સનું પરિક્ષણ કરવામાં આવ્યું.

કોરોના સંક્રમણની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓની સરખામણીમાં ચામા રહેલા કેમિકલ વધારે અસરકારક સાબિત થઈ શકે છે. હિમાચલ પ્રદેશના પાલમપુર સ્થિત હિમાલય બાયો એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IHBT)ના ડાયરેક્ટર ડો. સંજય કુમારે આ હકીકતનો ખુલાસો કર્યો છે.

તાજેતરમાં યોજાયેલા એક વેબિનાર દરમિયાન તેમણા જણાવ્યા પ્રમાણે, ચાના છોડમાં રહેલા રસાયણો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ડો. સંજય કુમારના જણાવ્યા પ્રમાણે, ચામા એવા કેમિકલ હોય છે જે કોરોનાવાઈરસને અટકાવવામાં HIVની દવા કરતા વધારે અસરકારક હોઈ શકે છે. અમારા વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટર આધારિત મોડેલોનો ઉપયોગ કરીને જૈવિક રીતે સક્રિય 65 રસાયણો અથવા પોલિફેનોલ્સનું પરિક્ષણ કર્યું છે. તે એન્ટિ HIVની દવા કરતા વાઈરસના પ્રોટીનને અસરકારક રીતે અટકાવી શકે છે.

આ રિસર્ચનું નેતૃત્વ કરી રહેલ IIT દિલ્હીના કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજીકલ સાયન્સના સંશોધનકાર પ્રોફેસર અશોક કુમાર પટેલના જણાવ્યા પ્રમાણે, અમે લેબોરેટરીમાં વાઈરસના એક મુખ્ય પ્રોટીન 3CL-પ્રો પ્રોટીએઝને ક્લોક કર્યા છે અને ત્યારબાદ તેની પ્રવૃત્તિઓનું પરીક્ષણ કર્યું છે. રિસર્ચ દરમિયાન વાઈરસ પ્રોટીન પર કુલ 51 ઔષધીય છોડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ વિટ્રો પરીક્ષણમાં અમને જાણવા મળ્યું કે, બ્લેક-ટી, ગ્રીન-ટી અને હરિતાકી આ વાઈરસના મુખ્ય પ્રોટીનની પ્રવૃતિઓને અટકાવી શકે છે.

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ સાથે સંકળાયેલા IHBT તેના ટેકનોલોજી ભાગીદારો સાથે મળીને ચા આધારિત કુદરતી સુગંધિત તેલયુક્ત આલ્કોહોલ હેન્ડ સેનિટાઈઝરનું ઉત્પાદન અને સપ્લાય કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here